• શનિવાર, 25 ઑક્ટોબર, 2025

947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર

અમદાવાદ, તા. 21 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજય સરકારે ખેડૂતોને કુદરતી આપત્તિમાં બેઠા કરવા માટે ઓગસ્ટ અને સપ્ટેમ્બર-2025 માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે થયેલ નુકસાની ભરપાઈ કરવા સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર- 2025 માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય રૂપ થવા એસડીઆરએફની જોગવાઈ મુજબ રૂ.563 કરોડ રાજ્ય બજેટ માંથી કુલ રૂપિયા રૂ.384 કરોડની વધારાની સહાય ઉમેરી કુલ રૂ.947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે.જેમાં 5 જિલ્લાઓના 18 તાલુકાઓના નુકસાનગ્રસ્ત ખેડૂતોને આ સહાય ચૂકવાશે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ આ અંગે મિડીયાને વિગતો આપતા કહ્યુ કે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર-2025 માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચુકવવામાં આવશે. જેમાં જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જીલ્લામાં પાક નુકસાનીના અહેવાલો મળતાં જીલ્લા વહીવટીતંત્ર તરફથી 5 જીલ્લાના 18 તાલુકાઓના 800 ગામોમાં સર્વે કરી પાક નુકસાનીના અહેવાલો મળ્યા છે. જેમાં ખરીફ ઋતુમાં વાવેતર કરેલ પાકો પૈકી મુખ્યત્વે દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળ પાકોમાં તેમજ બહુવર્ષાયુ દાડમ જેવા બાગાયતી પાકોમાં નુકસાન થયાનું જણાયું છે. મંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આ 5 જિલ્લાઓના 18 તાલુકાઓ ના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના માટે જઉછિ ની જોગવાઈ મુજબ રૂ.563 કરોડ અને રાજય સરકારશ્રી દ્વારા ઉદાર અભિગમ અપનાવી રાજ્ય બજેટ માંથી કુલ રૂપિયા રૂ.384 કરોડની વધારાની સહાય ઉમેરી કુલ રૂ.947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું છે.

Panchang

dd