એડિલેડ, તા. 21 : વરસાદગ્રસ્ત
પહેલી વન ડેમાં ઓસ્ટ્રેલિયાના હાથે 7 વિકેટે હાર સહન કરનારી ભારતીય
ટીમ હવે ગુરૂવારે બીજે વન ડે મેચ રમશે ત્યારે તેનું લક્ષ્ય શ્રેણીમાં વાપસીનું
રહેશે. ભારતના ટોચના બેટધરોએ દેખાવ સુધારવો પડશે. ગઇકાલે ભારતીય ખેલાડીઓનું
એડિલેડમાં ભવ્ય સ્વાગત થયું હતું. ખાસ કરીને વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે સેલ્ફી
લેવા અને ઓટોગ્રાફ માટે ભારતીય ચાહકો પડાપડી કરતા જોવા મળ્યા હતા. રોહિત અને
કોહલીએ 7 મહિના પછી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી છે. જો કે બન્ને
પહેલી વન ડે મેચમાં નિષ્ફળ રહ્યા હતા. રોહિત 8 રન જ કરી શકયો હતો અને વિરાટે
ખાતું ખોલાવ્યું ન હતું. એડિલેડની પિચ બેટધરોને મદદ કરનારી છે. આથી અહીં ટોસ
જીતનાર ટીમ બેટિંગ પસંદ કરીને 300 આસપાસનો સ્કોર બનાવવાની કોશિશ
કરશે. મેચ ભારતીય સમય અનુસાર ગુરૂવારે સવારે 9-00 વાગ્યાથી શરૂ થશે.