• શનિવાર, 25 ઑક્ટોબર, 2025

ઇંગ્લેન્ડ સામેની ન્યુઝીલેન્ડ વન-ડે ટીમમાં વિલિયમ્સનની વાપસી

વેલિંગ્ટન, તા. 20 : ઇંગ્લેન્ડ વિરુદ્ધ 26 ઓક્ટોબરથી શરૂ થતી 3 મેચની વન ડે શ્રેણીની ન્યુઝીલેન્ડ ટીમમાં 3પ વર્ષીય પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટર કેન વિલિયમ્સનની વાપસી થઇ છે. તે 3 મહિના પછી ફરી એકશનમાં જોવા મળશે. ઓલરાઉન્ડર નાથન સ્મિથ પણ કિવિઝ વન ડે ટીમમાં પાછો ફર્યો છે. અત્રે એ ઉલ્લેખિનય રહેશે કે કેન વિલિયમ્સન હાલમાં જ આઇપીએલ ફ્રેંચાઇઝી લખનઉ સુપર જાયન્ટસના કોચિંગ સ્ટાફમાં સામેલ થયો છે. તે એલએસજી ટીમનો રણનીતિક સલાહકાર બન્યો છે. કિવિઝ વન ડે ટીમના કેપ્ટનપદે મિચેલ સેંટનર છે. તેણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ કપ્તાની કરી હતી. ન્યુઝીલેન્ડ વન ડે ટીમ: મિચેલ સેંટનર (કેપ્ટન), માઇકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડવેન કોન્વે, જેકોબ ડફી, ઝેક ફોલકસ, મેટ હેનરી, કાઈલ જેમિસન, ટોમ લાથમ (વિકેટકીપર), ડેરિલ મિચેલ, રચિન રવીન્દ્ર, નાથન સ્મિથ, કેન વિલિયમ્સન અને વિલ યંગ.

Panchang

dd