• શનિવાર, 25 ઑક્ટોબર, 2025

મોદીએ ટ્રમ્પને રૂસ પાસેથી તેલ નહીં ખરીદવાનું વચન આપ્યું છે ? : કોંગ્રેસ

નવી દિલ્હી, તા. 21 : કોંગ્રેસે આજે કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કહી રહ્યા છે કે, તેમણે રશિયા પાસેથી ભારત તેલ ખરીદે નહીં તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે, તો શું મોદીએ રૂસ પાસેથી તેલ નહીં ખરીદવાનું વચન આપ્યું છે? કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે, છેલ્લા પાંચ દિવસમાં ટ્રમ્પે ત્રણ વાર એવું નિવેદન આપ્યું છે કે, તેમણે મોદી સાથે વાતચીત કરી છે અને ભારતે રશિયા પાસેથી તેલ નહીં ખરીદવાનું વચન આપ્યું છે, તો વડાપ્રધાન સ્પષ્ટ કરે કે, શું ભારત રશિયા પાસેથી તેલ નહીં ખરીદવાને લઈને વાયદો કરી ચૂક્યું છે.  ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રાલય ટ્રમ્પનો આ દાવો નકારી ચૂક્યું છે. અગાઉ વિદેશ  ખાતાંએ કહ્યું હતું કે, 1પમી ઓક્ટોબરે મોદી અને ટ્રમ્પ વચ્ચે ફોન પર કોઈ વાતચીત થઈ નથી. બંને નેતા વચ્ચે નવમી ઓક્ટોબરે જ ફોન પર વાત થઈ હતી, જેમાં મોદીએ ટ્રમ્પને ગાઝા શાંતિ યોજનાની સફળતા માટે અભિનંદન આપ્યા હતા.

Panchang

dd