ભુજ, તા. 21 : તાલુકાનાં
પાયરકાનું દંપતી મખણાથી પાયરકા માર્ગે જઇ રહ્યું હતું, ત્યારે પરિણીતા વેલબાઇ
વેલજી કોલી (ઉ.વ. 35)ને ચક્કર આવતાં પડી જતાં
માથાંમાં થયેલી ગંભીર ઇજાનાં પગલે મૃત્યુ થયું હતું. આ અંગે માનકૂવા પોલીસ મથકે
મૃતક વેલબાઇના પતિ મૂળ સુખપર હાલે પાયરકા રહેતા એવા વેલજી બાબુ કોલીએ જાહેર કરેલી
વિગતો મુજબ ગઇકાલે સવારે તે તથા તેના પત્ની વેલબાઇ મખણાથી પાયરકા જતા હતા અને
માર્ગમાં પત્ની વેલબાઇને ચક્કર આવતાં આંબાની વાડીની નાળાં પાસે પડી જતાં માથાંના ભાગે
ગંભીર ઇજા પહોંચી હતી, આથી તેને પ્રથમ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં વધુ સારવાર અર્થે
અમદાવાદ રવાના કરાયા હતા, પરંતુ અમદાવાદ પહોંચે તે પહેલાં જ
વેલબાઇએ રસ્તામાં દમ તોડી દીધો હતો. માનકૂવા પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ
કરી તપાસ હાથ ધરી છે.