મુંદરા, તા. 21 : અહીં
તપગચ્છ જૈન સંઘ ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય ખાતે પૂ. તીર્થવંદનજી મ. સા., સાધ્વી ચારુપ્રસન્નાજી
મ. સા.ની નિશ્રામાં લેખક અલ્પા પૂજન મહેતા દ્વારા `અલ્પ
પૂર્ણ તરફ' પુસ્તકનો
વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. જૈન સંતે લેખક અને જૈન સંઘની એકતાની અનુમોદના કરી
હતી. લેખકે જૈન સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો. સમાજના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ મહેતાએ
પુસ્તક વાંચવા અપીલ કરી હતી. તા. 22-10- 25ના સવારે જિનાલયના દ્વાર
ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાશે,
જેનો લાભ મહેતા ચૂનીલાલ ચત્રભુજ પરિવાર, શીતલનાથ
ભગવાનનો લાભ ચંદનબેન નાનાલાલ મોતીચંદ સંઘવી પરિવાર, મહાવીર
સ્વામી જિનાલયનો લાભ ફોફડિયા મણિલાલ ગેલાભાઈ પરિવારે લીધો છે. આ અવસરે સમસ્ત જૈન
સમાજના પ્રમુખ ભૂપેન્દ્ર મહેતા, તપગચ્છ જૈન સમાજ પ્રમુખ હરેશ મહેતા, ઉપપ્રમુખ
પપ્પુભાઈ વોરા, માજી પ્રમુખ વિનોદ ફોફડિયા ભોગીભાઈ મહેતા,
રાહુલ સાવલા, નીતિન શાહ, પૂજન મહેતા, હાર્દિક સંઘવી, ચંદ્રકાંત
શાહ, સુરેશ મહેતા, રુષભ સંઘવી તથા
પાંચે ગચ્છના ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ભરત મહેતાએ કર્યું હતું,
તેવું સંઘ સહમંત્રી વિનોદ મહેતાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.