• શનિવાર, 25 ઑક્ટોબર, 2025

ફટાકડા નિષેધ રેલીમાં જોડાયેલા 83 બાળકનું સન્માન

માંડવી, તા. 21 : માંડવીના જૈન જાગૃતિ સેન્ટર આયોજિત અને માંડવીના જય જિનેન્દ્ર ભક્તિ મંડળ પ્રેરિત ફટાકડા નિષેધની રેલીમાં જોડાયેલા 83 બાળકનું જુદા-જુદા 22 દાતાના સહયોગથી અભિવાદન કરાયું હતું. અચલગચ્છ જૈન સંઘના ઉપાશ્રય પાસે દિવ્યગુણાશ્રીજી અને દિવ્યકોટિગુણાશ્રીજી સાધ્વીજી મ.સા.ના માંગલિક બાદ જન કલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઇ સંઘવીએ રેલીને પ્રસ્થાન કરાવ્યું, રાજેશભાઇ દોશી, નીલેશ ગાંધી, ગીતલબેન શાહ, ખુશ્બૂબેન તેજસભાઇ શાહ, વાડીલાલ દોશી, ચંદ્રેશ શાહ, જયેશ શાહ, પ્રશાંત પટવા, લહેરી શાહ, પ્રવીણ સંઘવી, ડો. નિમિષ મહેતા, ડો. જય મહેતા, દીપેશ સંઘવી, લવેશ શાહ, જુગલ સંઘવી, ચિંતનભાઇ સંઘવી, દિનેશ શાહ જોડાયા હતા.

Panchang

dd