• શનિવાર, 25 ઑક્ટોબર, 2025

`એશિયા કપ ટ્રોફી' ભારતને સોંપી દેવા નકવીને ચેતવણી

નવી દિલ્હી, તા. 21 : યુદ્ધનાં મેદાનમાં હાર્યા બાદ પાકિસ્તાન ક્રિકેટનાં મેદાનમાં પણ પોતાનો રંગ બતાવે છે. એશિયા કપમાં ભારત વિરુદ્ધ એક પણ મેચ જીતી ન શકનારા પાકિસ્તાને હવે ટ્રોફી પણ પચાવી પાડી છે. જો કે, હવે બીસીસીઆઇએ પાકિસ્તાનને અંતિમ ચેતવણી આપતો ઇ-મેલ પાઠવ્યો છે. હાલમાં જ ભારતીય ટીમે એશિયા કપ-2025 જીત્યો હતો. જો કે, ભારતીય ટીમે એસીસી વડા મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાનો ઇન્કાર કરી દીધો. કારણ કે, નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો પણ પ્રમુખ છે. જે બાદ નકવીએ ભડકી જઇ ટ્રોફી લઇને ચાલતી પકડી હતી. બાદમાં તેમણે કહ્યું હતું કે, ભારતને ટ્રોફી જોઇતી હોય, તો કપ્તાન સૂર્યકુમાર યાદવ એસીસીની ઓફિસે આવે અને લઇ જાય. બીસીસીઆઇએ હવે નકસીને ઇ-મેલ પાઠવી કહ્યું છે કે, વિજેતા ટીમને ટ્રોફી સોંપવામાં આવે. જો કોઇ પ્રતિક્રિયા નહીં આવે, તો અમે આઇસીસીમાં જઇશું અને કડક પગલાં લઇશું. નોંધનીય છે કે, એશિયા કપમાં જેટલી મેચ થઇ તેમાં ભારતીય ટીમે પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા નહોતા. આટલું જ નહીં ફાઇનલ મેચ પહેલાં જ ભારતીય ટીમે સ્પષ્ટ કરી દીધું હતું કે, જો અમે જીત્યા, તો નકવીના હાથે ટ્રોફી લઇશું નહીં. જો કે, નકવીએ આ શરત માનવાનો ઇન્કાર કર્યો હતો.

Panchang

dd