• શનિવાર, 20 એપ્રિલ, 2024

રાષ્ટ્રીય આઈસસ્ટોક ટૂર્ના.માં કચ્છના ખેલાડીને બબ્બે ચંદ્રક

ભુજ, તા. 21 : તાજેતરમાં કાશ્મીર ખાતે રાષ્ટ્રીય કક્ષાની આઈસસ્ટોક સ્પર્ધામાં ગુજરાતની ટીમમાં કચ્છના એકમાત્ર માધાપરના હેડ કોન્સ્ટેબલ પરવિંદર ચૌધરીએ ભાગ લઈ શાનદાર પ્રદર્શન સાથે રજત અને કાંસ્ય ચંદ્રક જીત્યો છે. 10મી આઈસસ્ટોક સ્પોર્ટસ નેશનલ-2024 તાજેતરમાં કાશ્મીરના ગુલમર્ગ ખાતે યોજાઈ હતી. જેમાં 20 રાજ્યોના 250થી વધારે ખેલાડીઓએ પાંચ અલગ-અલગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ગુજરાતની ટીમમાં મૂળ હરિયાણાના પરંતુ અબડાસાને કર્મભૂમિ બનાવનાર કિસાન પુત્ર એવા માધાપર હે.કો. પરવિંદર ચૌધરી સામેલ થયા હતા. સ્પર્ધામાં ટીમ ટાર્ગેટમાં તેમને કાંસ્ય અને ટીમ ગેમમાં રજત ચંદ્રક મળતાં પશ્ચિમ કચ્છના પોલીસ અધીક્ષક મહેન્દ્રભાઈ બગડિયાએ કચ્છ પોલીસને ગૌરવાન્વિત કરવા બદલ અભિનંદન પાઠવી પીઠ થાબડી હતી. . કચ્છ પોલીસને રાષ્ટ્રીય કક્ષાની રમતમાં આવી સિદ્ધિ અપાયા બદલ નાયબ પોલીસ અધીક્ષક .આર. ઝનકાંત, આર.ડી. જાડેજા તથા માધાપરના પીઆઈ પી.વી. ગઢવી અને પોલીસ હેડ ક્વાર્ટરના આરપીઆઈ આર.જે. રાતડા તેમજ અન્ય પોલીસ અધિકારીઓ તથા સાથી કર્મચારીઓએ શુભેચ્છા પાઠવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang