• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

ચોબારીમાં આયોજિત શિબિરમાં 67 પશુઓને સારવાર અપાઇ

ભચાઉ, તા. 23 : કામધેનુ યુનિવર્સિટીના પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય તથા ભોજના પશુ સારવાર સંકુલને કૃષિ મહાવિદ્યાલયના સંયુક્ત પ્રયાસ થકી ભચાઉ તાલુકાના ચોબારી ખાતે પશુ રોગ નિદાન સારવાર શિબિર અને ઘો આયોજન કરવામાં આવ્યું હતું.  આ શિબિરમાં 67 જેટલા પશુઓને વિવિધ સારવાર આપવામાં આવી હતી. શિબિરમાં ડો. કે કે હડિયા દ્વારા ગાયો તથા ભેંસોમાં વ્યંધત્વ અને ગર્ભાશયને લગતા રોગનું નિદાન તેમજ સારવાર આપવામાં આવી હતી. રોગને અટકાવવા માટે પશુપાલકોને જાગૃત કરવામાં આવ્યા હતા. ડો. એચ પી વિજેયેતા દ્વારા પશુઓમાં મેડિસિનને લગતા વિવિધ રોગનું નિદાન તથા સારવાર કરવામાં આવી હતી. મદદનીશ પ્રધ્યાપક ડો. હિરેન બારોટ દ્વારા કૃમિજન્ય રોગના પરિક્ષણ માટે 25 પશુઓના મળના નમૂના લેવામાં આવ્યા હતા અને કૃમિનાશક દવા આપવામાં આવી હતી તેમજ પશુપાલકોને જરૂરી માર્ગદર્શન પણ અપાયું હતું કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય ડો.રાજદીપાસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા શિબિરને સફળ બનાવવા માટે સહયોગ અપાયો હતો. ડો. એચ ડી પટેલ, પશુ ચિકિત્સા પશુપાલન મહાવિદ્યાલય દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ચોબારીના સરપંચ વેલજીભાઈ ઢીલા અને દૂધ મંડળીના ચેરમેન નામેરીભાઈ તેમજ ગામના પશુપાલકોના સહકાર થકી પશુ સ્વાસ્થ્યની જાળવણી માટે સતત આવી શિબિરનું આયોજન કરવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.

Panchang

dd