ભુજ, તા. 18 : કુકમા વિસ્તારના જાણીતા ફોટોગ્રાફર
અને કચ્છમિત્રના વર્ષો જૂના પ્રતિનિધિ કલ્પેશ પરમારનું હૃદયરોગના હુમલાથી નિધન થતાં
ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. સાલસ અને સરળ સ્વભાવના કલ્પેશભાઈ કચ્છમિત્રથી વર્ષોથી તસવીરકાર
અને પ્રતિનિધિ તરીકે જોડાયેલા હતા. તેમના ઓચિંતા અવસાનના સમાચારથી બહોળા મિત્રવર્તુળ
અને સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કલ્પેશે કચ્છમિત્ર ઉપરાંત અભિયાન સહિતના સામયિકોમાંય
ફોટોગ્રાફી કરી હતી. વિશેષ તો પ્રાકૃતિક પરિવર્તનને કેમેરામાં કેદ કરવામાં તેમની હથોટી
હતી. વીજળી અને સુગરીના ગૃહનિર્માણની તસવીરો પ્રથમ પાને પ્રસિદ્ધ થઈ હતી. કુકમાના પૂર્વ
સરપંચ અને ભાજપના પ્રારંભકાળથી જોડાયેલા મહેન્દ્રભાઈ પરમારના પુત્ર થાય. મહેન્દ્રભાઈએ
લાંબો સમય કચ્છમિત્રમાં સેવા આપી છે. તેમની અંતિમયાત્રા તા. 19/8 બુધવારે સવારે 8:30 વાગ્યે તેમના નિવાસસ્થાન કુકમાથી
નીકળશે.