• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

મનુષ્ય સેવા, સત્સંગ તેમજ સંસ્કારના આભૂષણથી દીપી ઊઠે

ભુજ, તા. 18 : ન્યૂ જર્સી ખાતે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે યોજાયેલા સંત સંમેલનમાં આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજને વિશ્વ સત્સંગ સમ્રાટ પદવીથી નવાજવામાં આવ્યા હતા. અહીં આચાર્ય સ્વામીએ આશીર્વાદમાં જણાવ્યું હતું કે જે દેશમાં રહો તે દેશના નિયમોનું પાલન કરવું જોઈએ. મનુષ્ય સેવા, સત્સંગ, સંસ્કારના આભૂષણથી દીપી ઊઠે છે. સંત સંમેલનમાં ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચળ દેવાચાર્યજી મહારાજ, મહામંડલેશ્વર પ્રતાપપુરીજી મહારાજ-રાજસ્થાન, યોગાચાર્ય અખિલેશદાસજી મહારાજ - હરિદ્વારમહામંડલેશ્વર હરીશચંદ્રપુરીજી મહારાજ તથા બી.એ.પી.એસ. સંસ્થાના સંતો ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવમાં શિબિરો, અન્નકૂટ, આરતી, શાકોત્સવ, હિંડોળા ઉત્સવ, ભક્તિ નૃત્યો, પાટોત્સવિધિ, ભક્તિ સંધ્યા, એકતાયાત્રા, ભગવાનને અભિષેક વિગેરે યોજાયા હતા. ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, નાઈરોબી, દુબઈ, લંડન, બોલ્ટન વિગેરે દેશોના હરિભક્તો મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, ન્યૂ જર્સીના સભ્યો, ભક્તોએ સેવામાં સહકાર આપ્યો હતો તેવું મહંત ભગવતપ્રિયદાસજી સ્વામીની યાદીમાં જણાવાયું હતું.

Panchang

dd