• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

મોટી ચીરઈમાં કરિયાણાની દુકાનમાંથી 15 હજારનો દારૂ કબજે

ગાંધીધામ, તા. 18 : પૂર્વ કચ્છ એલસીબી પોલીસે ભચાઉ તાલુકાના મોટી ચીરઈમાં કરિયાણાની દુકાનમાંથી રૂા. 15,621નો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. માઈકો પ્લાયવૂડ નામની કંપનીની બાજુમાં આવેલી કરિયાણાની દુકાનમાંથી પોલીસે ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની 18 બોટલ હસ્તગત કરી લીધી હતી. જેની કિંમત રૂા. 15,621 આંકવામાં આવી હતી. આ પ્રકરણમાં એક કિશોર કાયદાના સંઘર્ષમાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં દારૂ હેરફેરમાં ઉપયોગ કરવા માટે રાખવામાં આવેલું વાહન તથા મોબાઈલ ફોન રૂા. 5.95 લાખ તથા કુલ રૂા. 6,10,621નો મુદ્દામાલ હસ્તગત લેવાયો હતો. આ ગુનામાં સામેલ નાસી જનાર આરોપી રાજપાલસિંહ અરવિંદસિંહ ઝાલાને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે.

Panchang

dd