ગોલ, તા. 18 : શ્રીલંકા વિરૂધ્ધની પ્રથમ ટેસ્ટના
આજે ચોથા દિવસે ભારતીય વિકેટકીપર-બેટર રિષભ પંતે 69 દડામાં 8 ચોગ્ગા-2 છગ્ગાની મદદથી 66 રનની ઝડપી ઈનિંગ્સ રમી હતી.
આ દરમિયાન પંતે વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. તે ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં 100 છક્કા ફટકારનારો પહેલો ખેલાડી
બન્યો છે. આ ઉપરાંત તેણે સૌથી ઝડપે 100 સિકસર પૂરા કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. પંતે 100 છગ્ગા તેની 89મી ટેસ્ટ ઈનિંગ્સમાં પૂરા કર્યાં છે અને
ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટથી આગળ થયો છે. તેણે 130 દાવમાં આ મુકામ હાંસલ કર્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં 100 છગ્ગા પૂરા કરનારો રિષભ પંત
વિશ્વનો ફકત ચોથો બેટર છે. આ સૂચિમાં બેન સ્ટોકસ 138 છગ્ગા સાથે ટોચ પર છે. તેના પછી બ્રેંડન મેક્કયૂલમ (107) અને એડમ ગિલક્રિસ્ટ (100)ના નામ છે. બેન સ્ટોકસે 100 છગ્ગા 1પ1 દાવમાં અને બ્રેંડન મેકયૂલમે 170 ઇનિંગ્સમાં પૂરા કર્યાં હતા.
દડાના મામલે પણ પંત સૌથી આગળ છે. તેણે 4918 દડાનો સામનો કરી 100 છગ્ગા લગાવ્યા છે. ગિલક્રિસ્ટે આ માટે 6પ78 દડાનો સામનો કર્યો હતો. સ્ટોકસે 9042 અને મેકયૂલમે 97પ6 દડાનો સમાનો કર્યો હતો. ભારત તરફથી સૌથી વધુ છગ્ગાના મામલે પંત
(100) પછી બીજા સ્થાને વિરેન્દ્ર
સેહવાગ (90) અને રોહિત શર્મા (88) ના નામ છે.