ભુજ, તા. 18 : વર્ષ 2020માં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં
અવસાન પામનાર કિડાણા સરકારી હાઈસ્કૂલના શિક્ષક વિષ્ણુકુમાર બી. રાઠોડના વારસદારોએ ભુજ
મધ્યે ટ્રિબ્યુનલમાં વળતરની અરજી દાખલ કરતાં તેમના વારસોને રૂા. 1,34,00,000ના વળતરની રકમ પ્રાપ્ત થયેલ
છે. એ કેસની વિગત તા. 14/12/2020ના
વિષ્ણુકુમાર બી. રાઠોડ પોતાની ફરજ પૂરી કરી બાઈકથી પરત આવતા હતા ત્યારે ગાંધીધામ-આદિપુરના
ટાગોર રોડ પર એક કારચાલકે બાઈકને ટક્કર મારતાં અકસ્માતમાં શિક્ષક વિષ્ણુકુમારનું અવસાન
થયું હતું. મૃતકના વારસદારોએ ભુજની ટ્રિબ્યુનલમા વળતર મેળવવા માટે અરજી કરી હતી, જેમાં સ્વ. વિષ્ણુકુમારના વારસોને વળતરની રકમ
રૂા. 96,39,000 ખર્ચ તેમજ 7 ટકાના વ્યાજ સહિત ચૂકવી આપવા સામાવાળાઓ
સામે હુકમ કર્યો હતો. જે હુકમ અનુસારની ખર્ચ અને વ્યાજ સહિતની કુલ્લે રકમ રૂા. 1,34,00,000 આ કામના સામાવાળાઓ દ્વારા અરજદારોને
ચૂકવવા માટે ટ્રિબ્યુનલમાં જમા કરાવી આપવામાં આવી. વળતરની અરજીમાં અરજદારોના એડવોકેટ
તરીકે રતનાલના એડવોકેટ વિક્રમ એસ. વરચંદ હાજર રહ્યા હતા.