• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

ગાંધીધામ મહાનગરપાલિકા પાસે ધરણા છાવણીમાં આંતરિક બબાલ મુદ્દે ત્રણ ફોજદારી

ગાંધીધામ, તા. 18 : અહીં મહાનગરપાલિકા દ્વારા ગત ફેબ્રુઆરી મહિનામાં ડિમોલેશનની કામગીરી કરાઈ હતી, જે મકાન આપવા મુદ્દે છેલ્લા કેટલાય સમયથી પાલિકા પાસે ધરણા  કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ ધરણા કાર્યક્રમમાં થયેલી આંતરિક બબાલ મુદ્દે જુદી-જુદી ત્રણ ફરિયાદ નોંધાઈ હતી. મહાનગરપાલિકા સામે ધરણા છાવણીમાં ગત તા.17/8ના પાંચ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. આ અંગે ફરિયાદી નિર્મલાબેન દિલીપભાઈ હિંડાનિયા (અનુસૂચિત જાતિ)એ સોનુબેન ઝાલા તથા જશોદાબેન, હીનાબેન પરમાર તેમજ એક અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસસૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ફરિયાદીની તબિયત ખરાબ હોવાથી તેઓ ધરણા કાર્યક્રમમાં જતા ન હતા, જેથી રેખાબેન સોનીવાલ અને મમતાબેન મંડોતિયા તથા અન્ય મહિલાઓની સમજાવટ બાદ ફરિયાદી ધરણા સ્થળે ગયા હતા. ત્યારબાદ આરોપીઓએ ફરિયાદી  સાથે ઝપાઝપી કરી મૂઢ માર જેવી ઈજાઓ પહોંચાડી હતી. આરોપી સોનુબેન અને હિનાબેને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો બીજી બાજુ માધુરીબા ઉર્ફે સોનુબેન હંસુભા ઝાલા (ક્ષત્રિય)એ આરોપી નિર્મલાબેન દિલીપભાઈ હિંડાનિયા અને દિલીપભાઈ હિંડાનિયા વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, ધરણાના બહેનોને  ઘરે ધરણા પર આવવા માટે કેમ બોલાવેલા કહીને આરોપીએ ફરિયાદને ગાળો આપી ઝપાઝપી કરી હતી તેમજ સાહેદ હિનાબેન વચ્ચે પડતાં આરોપી દિલીપે પણ ઝપાઝપી કરી હતી, જેમાં બંને બહેનોને મૂઢ માર જેવી ઈજાઓ પહોંચી હતી. સાહેદ ચેતનભાઈને ગાળો આપવા સાથે ફરિયાદીને જાનથી મારી  નાખવાની ધમકી અપાઈ હતી. વધુમાં રીનાબેન રમેશભાઈ પવારે પણ આરોપી નિર્મલાબેન દિલીપભાઈ હિંડાનિયા અને દિલીપભાઈ હિંડાનિયા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસ સત્તાવાર સાધનોએ વિગતો આપતાં કહ્યંy હતું કે, આરોપીઓઁએ ફરિયાદીને ઘરે ના જવા દઈને ભૂંડી ગાળો આપી હતી તેમજ કાલથી અહીં ધરણામાં બેસવા આવીશ, તો જાનથી મારી નાખીશનું કહીને ઝપાઝપી કરી હતી. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Panchang

dd