ભુજ, તા. 18 : તાજેતરમાં ભુજ ખાતે કચ્છ ક્રિકેટ
એસોસીએશનની નવનિયુક્ત કારોબારી સભ્યોની પ્રથમ બેઠક સંસ્થાના પ્રમુખ રાજેન્દ્રાસિંહ
જાડેજાના વડપણ હેઠળ યોજાઈ હતી. સૌરાષ્ટ્ર ક્રિકેટ
એસોસીએશન દ્વારા આગામી સિઝનમાં અંડર-14 ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડવાની હોવાથી તેના અંતર્ગત અને કચ્છમાં
ક્રિકેટની પ્રવૃત્તિઓને વેગ આપવા તથા યુવા પ્રતિભાને ઉત્સાહિત કરવા માટે ચર્ચા થઇ હતી.
આ બેઠકમાં સર્વાનુમતે નક્કી કરાયું હતું કે, અંડર-14ના ખેલાડીઓની
ટૂર્નામેન્ટ સપ્ટેમ્બર માસની મધ્યમાં યોજાશે, તેમાં સારો દેખાવ કરનારા ખેલાડીઓના આધારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા
યોજાનારી અંડર-14 ટૂર્નામેન્ટ
માટે કેસીએની ટીમ તૈયાર થશે. તેમજ ક્રમશ: અંડર-16, 19 અને 23ના ખેલાડીઓ
માટે ટૂર્નામેન્ટ યોજાશે અને કેસીએની સક્ષમ ટીમો તૈયાર કરાશે. ભાદ ભૂતકાળમાં લોકપ્રિય
રહેલી ઐતિહાસિક ટૂર્નામેન્ટસ જેવી કે મહારાવ મદનાસિંહજી, વાઘજી વીરજી અને અજિતાસિંહજી ગોડજી જાડેજા સ્પર્ધા
ફરીથી શરૂ કરવા માટે સંબંધિત પરિવારજનોનો સહકાર મેળવીને તેમજ અન્ય દાતા પરિવારોનો સહયોગ
મેળવીને આગામી સમયમાં તેનું આયોજન કરવા બાબતે ચર્ચા કરાઈ હતી. યુવા ખેલાડીઓને વધુ સારા
અવસરો પૂરા પાડવા માટે ભુજ, માંડવી, મુંદરા,
નખત્રાણા અને અબડાસામાં કાર્યરત ક્રિકેટ એકેડેમીના સંચાલકો તથા કોચ સાથે
મળી ક્રિકેટનો વ્યાપ કેવી રીતે વધે તે બાબતે તેઓના અભિપ્રાય અને સૂચનો લેવામાં આવ્યા
હતા. ભુજ, માધાપર, માંડવી, મુંદરા, અંજાર, લખપત સહિતની વિવિધ
12 ક્રિકેટ એકેડેમીના સંચાલકો
તથા કોચ બેઠકમાં જોડાયા હતા. ખેલાડીઓના પ્રદર્શન અને સ્કોરની ડિજિટલ રીતે કાયમી નોંધણી
જળવાઇ રહે અને ભવિષ્યમાં પસંદગી પ્રક્રિયા વધુ પારદર્શક બને તે માટે કચ્છ ક્રિકેટ એસોસીએશન
દ્વારા લાઇવ ક્રિકેટ સ્કોરિંગ એપ પણ તૈયાર કરવામાં આવી છે. આ એપના માધ્યમથી ખેલાડીઓના
પ્રદર્શનનો ડિજિટલ રેકોર્ડ ઉપલબ્ધ રહેશે, જેનાથી પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગીમાં વધુ સરળતા અને પારદર્શિતા આવશે.