• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

મહિલા હોકી વિશ્વ કપમાં દ. આફ્રિકા સામે ભારતની 6-1 ગોલથી ભવ્ય જીત

એમ્સટલવીન, તા. 18: મહિલા હોકી વિશ્વ કપમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને દ. આફ્રિકા સામે 6-1 ગોલથી જોરદાર વિજય હાંસલ કર્યો હતો. આ જીતથી ભારતીય મહિલા ટીમ પુલ ડીમાં ટોચ પર આવી ગઇ છે. ભારતના 1 ડ્રો અને 1 જીત સાથે 4 અંક છે. ભારતીય મહિલા ટીમનો પહેલો મેચ ચીન વિરુદ્ધ 2-2થી ડ્રો રહ્યો હતો. દ. આફ્રિકા વિરુદ્ધના આજના મેચમાં ભારત તરફથી સુનિતા ટોપ્પોએ 11મી, નવનીત કૌરે 17મી, સુશીલા ચાનૂએ 2પમી, દીપિકાએ 38મી, લાલરેસિયામીએ 44મી અને સાક્ષી રાણાએ 4પમી મિનિટે ગોલ કર્યા હતા. આફ્રિકા તરફથી એકમાત્ર ગોલ કાયલા ડી વાલે પપમી મિનિટે કર્યો હતો.

Panchang

dd