• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

કચ્છના 700 કર્મચારી આંદોલનમાં જોડાયા

ભુજ, તા. 18 : ભારતીય મજદૂર સંઘના રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં જિલ્લાના 700 જેટલા કર્મચારીએ ભાગ લઈ પડતર પ્રશ્નોનાં નિરાકરણ માટે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જિલ્લાના અલગ - અલગ ઉદ્યોગોના શ્રમિકો દ્વારા અધિકારો અને વિવિધ પડતર માગણીઓને લઈને ધરણા અને કલેક્ટરને આવેદનપત્ર અપાયું, જેમાં આંગણવાડી, આશાવર્કર, મધ્યાહ્ન ભોજન, એસ.ટી., પાણી પુરવઠા, જીએમડીસી, સિમેન્ટ એકમો, વિદ્યુત, એલઆઈસી, બેંકિંગ ક્ષેત્ર, પોસ્ટલ અને જીઆઈએસએફના કર્મચારીઓ જોડાયા હતા. આવેદનપત્રમાં લઘુતમ વેતન, પેન્શન અને ઈપીએફ, પગાર મર્યાદા, બોનસપાત્ર પગાર મર્યાદા, માનદ વેતનમાં વધારો, સમાન કામને સમાન વેતન, શ્રમ સંહિતામાં શ્રમ વિરોધી જોગવાઈઓ દૂર કરવા, ગ્રેચ્યુઈટી મર્યાદા વધારવા, બેંકિંગ ક્ષેત્રમાં પાંચ દિવસનું કાર્ય, સપ્તાહ તથા કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી રેગ્યુલર પગારધોરણ સાથે ભરતી કરવા અંગેની વિવિધ રજૂઆતો કરવામાં આવી છે.

Panchang

dd