• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

માંડવીની ઓક્સવૂડ-1 સોસાયટીમાં ગટર સમસ્યાથી રહીશો પરેશાન

માંડવી, તા. 17 : શહેરની ઓક્સવૂડ-1 સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ગટરની મુખ્ય લાઇન અને ચેમ્બરો ઊભરાવાની સમસ્યાથી રહીશો પરેશાન છે. ગટરનું ગંદું પાણી રસ્તા પર તેમજ સોસાયટીની આસપાસ ભરાઈ રહેતાં ભારે દુર્ગંધ ફેલાવાની સાથે રોગચાળાની ભીતિ વ્યક્ત કરાઈ હતી. ગટરનું પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે, જેના પગલે વિસ્તારના રહીશો, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોના આરોગ્ય અંગે ચિંતા જોવા મળી રહી છે. ગટરની સમસ્યાના કાયમી ઉકેલ માટે રહીશો દ્વારા અનેક વખત સંબંધિત તંત્રને મૌખિક તથા ટેલિફોનિક રજૂઆતો કરાઈ હોવા છતાં હજુ સુધી નક્કર કાર્યવાહી થઈ ન હોવાની ફરિયાદો ઊઠી હતી. રહીશો દ્વારા તાત્કાલિક ધોરણે ઊભરાતી ગટર અને ચેમ્બરોની સફાઈ કરાવી ગટર વ્યવસ્થાની યોગ્ય તપાસ કરવા તેમજ વારંવાર ઊભી થતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરાઈ છે. જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી ઓક્સવૂડ-1ના રહીશોએ માંગ કરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd