ગાંધીધામ, તા. 7 : કચ્છ મચ્છોયા આહીર સમાજ દ્વારા
સંચાલિત ટી.એમ.એસ.ડી. મહિલા આદિપુર ના વાણિજ્ય વિભાગના ઉપક્રમે ફૂડ સ્ટોલ માર્કેટિંગ
સ્પર્ધાનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓમાં
માર્કેટિંગ કૌશલ્ય, ઉદ્યોગસાહસિક
અને સર્જનાત્મકતા, વ્યવસાયિક દૃષ્ટિકોણનો વિકાસ કરવાના ઉદ્દેશ સાથે આ આયોજનમાં
19 જેટલા ફૂડ સ્ટોલમાં પોતાની બ્રાન્ડ, લોગો, ટેગલાઈન અને માર્કેટિંગ
કૌશલ્યનું અસરકારક પ્રદર્શન કર્યું હતું. આ
ફેસ્ટિવલનું ઉદ્ઘાટન સંસ્થાના પ્રમુખ કિરણભાઈ આહીર, મંત્રી
ઘેલાભાઈ આહીર, શામજીભાઈ ચૈયા, ડો. જગદીશ
રૈયાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. કોલેજની વિદ્યાર્થિની, કન્યા
વિદ્યામંદિર અને સરસ્વતી વિદ્યામંદિરની છાત્રાઓએ
સ્ટોલની મુલાકાત લીધી હતી. બેસ્ટ ડેકોરેટેડ સ્ટોલમાં અને બેસ્ટ બ્રાન્ડિંગમાં
પ્રથમ ક્રમે ડાંગર વૃંદા, મરંડ દક્ષા, દઉ
પ્રીતિ, ચાવડા કુમકુમ, ખુંગલા ધર્મિષ્ઠા,
દ્વિતીય ક્રમે વિરડા દિવ્યા, જરૂ હિતાંશી,
બરાસિયા દિયા આવ્યા હતા તેમજ બેસ્ટ ટેગલાઈનમાં પ્રથમ મરંડ નિકિતા,
ચાવડા ઈશિતા, ઝેર ઈશિતા,ખટારિયા
યશ્વી અને દ્વિતીય ક્રમે ડાંગર ઝીલ, આહિર રાધિકા, ડાંગર પ્રાગ્શીનાના સ્ટોલ વિજેતા બન્યા હતા. ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને બિરદાવવામાં આવ્યા હતા. તમામ
સ્ટોલને રોકડ ઈનામ તથા સ્પર્ધકોને આશ્વાસન ભેટ અપાઈ હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા
કોલેજના આચાર્ય ડો. મેહુલ પટેલનાં માર્ગદર્શન તળે સ્ટાફગણે સહકાર આપ્યો હતો.