• શનિવાર, 06 જૂન, 2026

ગૌચર જમીન ઉપર દબાણો સમાજ અને સંસ્કૃતિ માટે ઘાતક

અંજાર, તા. 5 : ગૌચર  જમીનો ઉપર થતાં દબાણો એ સંસ્કૃતિ અને  સમાજ માટે ઘાતકરૂપ હોવાનું કથા વક્તા ત્રિકમદાસજી મહારાજે બરસાનાના ચીકસોલી ચાલતી   વ્રજપ્રભા ગ્રંથ પારાયણના પાંચમા દિવસે જણાવ્યું હતું. મંગલાચરણ સાથે મનોરથી  કર્માબેન રણછોડભાઈ રાઘુભાઈ રાવત પરિવાર દ્વારા પોથીપૂજન, અર્ચન અને ગુરુપૂજન ભક્તિભાવપૂર્વક કરવામાં આવ્યું હતું. ભજન, કીર્તન, પદ, છંદો અને ગોપીગીતોની રમઝટ વચ્ચે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. નંદલાલ  છાંગાના સૂરિલા સ્વરમાં ભજનોથી  વાતાવરણ ગુંજી ઊઠતાં રસિકજનો ઝૂમ્યા હતા. - પ્રભુનાં આગમનથી વ્રજમાં ઉત્સાહની લહેર પ્રસરી : કથા દરમિયાન  વક્તાએ કૃષ્ણ જન્મોત્સવ પછી ગોકુળમાં ઊજવાયેલા નંદ મહોત્સવનું વર્ણન કરતા જણાવ્યું હતું કે, પ્રભુનાં આગમનથી સમગ્ર વ્રજભૂમિમાં આનંદ અને ઉત્સાહની અદ્વિતીય લહેર પ્રસરી હતી. વધુમાં તેમણે  માતા યશોદા દ્વારા બાળગોપાલને યમુનાજીના પવિત્ર જળથી સ્નાન કરાવવાનો પ્રસંગ, બ્રહ્માજી બ્રાહ્મણવેશમાં તથા વિષ્ણુજી બ્રહ્મચારી સ્વરૂપે દર્શનાર્થે આવ્યાના પ્રસંગો, 27મા દિવસે ભગવાન શિવજી દ્વારા બાળગોપાલનાં દર્શન અને તેમને ખોળામાં લઈને કરાયેલું તાંડવ નૃત્ય, દેવાંગનાઓનાં દર્શન, માતા યશોદા દ્વારા લાલાનો શૃંગાર, મથુરામાં વસુદેવજી અને નંદબાબાની મુલાકાત, પૂતનાવધ, સંકતાસુરનો વધ સહિત અનેક દિવ્ય બાળલીલાઓનું મનોહર નિરૂપણ કર્યું હતું. - ભગવાનનું નામ મનુષ્યને ભયમાંથી મુક્તિ અપાવે છે : વક્તાએ કહ્યંy હતું કે, ભગવંતનું પવિત્ર નામ મનુષ્યને દરેક પ્રકારના ભયમાંથી મુક્તિ પ્રદાન કરે છે. જ્યારે પરમધામની પ્રાપ્તિ માટે નામ, રૂપ, ધામ અને લીલા એ મુખ્ય સાધનો છે. ભગવાનની દિવ્ય લીલાઓનું સ્મરણ અને ચિંતન ભક્તને પરમ કલ્યાણના માર્ગે દોરી જાય છે. - ગૌવંશની રક્ષા સંવર્ધન માટે આગળ આવો : આહીર સમાજ પ્રાચીનકાળથી ગૌસેવા અને પશુપાલન સાથે સંકળાયેલો રહ્યો છે તેથી ગૌવંશની રક્ષા અને સંવર્ધન માટે સૌને આગળ  આવવા અનુરોધ કરાયો હતો.   રાવત પરિવારના બાળ અને યુવારસિકો દ્વારા ગ્રંથરાજની લીલપ નિશાનીની એક લીલાની  ઝાંખી પ્રસ્તુત કરાઈ હતી. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વ્યાસપીઠ પરથી મહારાજે સર્વે રસિકજનોને પોતાનાં ઘર, મહોલ્લા, સોસાયટી, ગામ કે શહેરમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન અને સંવર્ધન કરવા જણાવ્યુ હતું.  - ઋષિકુમારો, ઋષી કન્યાએ આશિર્વાદ મેળવ્યાં : કથાના અંતિમ ચરણમાં બરસાનાના ઋષિકુમારો અને ઋષિકન્યાઓએ મહંત ત્રિકમદાસજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગતરાત્રે કથા મંડપમાં રાજસ્થાનના પ્રસિદ્ધ રાધે ઉપાસક `ગોવત્સ વિઠ્ઠલજી' દ્વારા રાધાકૃષ્ણના ભાવમય ભજનોના સૂરો રેલાવ્યા હતા. બરસાનાના રાધાવલ્લભ મંદિરના મોહિતજી મહારાજ દ્વારા કથા વક્તાનું સન્માન કરાયું હતું. આ વેળાએ વૃંદાવનધામના  રાધાવલ્લભ મંદિરના ચંદનલાલજી મહારાજ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. - કચ્છમિત્રની વિશ્વસનીય કામગીરીને વ્યાસપીઠેથી બિરદાવાઈ : શ્રીમદ્ વ્રજપ્રભા ગ્રંથ પારાયણના પાંચમા દિવસે   ત્રિકમદાસજી  મહારાજે કચ્છનું અગ્રણી અને વિશ્વનીય દૈનિક  અખબાર કચ્છમિત્ર વિશ્વના વિવિધ ખુણાઓમાં વસતા કચ્છી સમાજ સુધી કચ્છના સચોટ, નિષ્પક્ષ અને વિશ્વસનીય સમાચાર પહોંચાડવાનું કાર્ય કરી રહ્યં છે, આ ઉપરાંત કથા પારાયણનો રોજબરોજ અહેવાલ પ્રસિદ્ધ કરવા આનંદની લાગણી વ્યક્ત કરી અખબારની કામગીરીને બિરદાવી હતી. 

Panchang

dd