• રવિવાર, 07 જૂન, 2026

ભુજથી ભચાઉ, અંજાર, નખત્રાણા અને મુંદરાને જોડતા માર્ગના વિસ્તૃતિકરણની દરખાસ્ત

ભુજ તા. 5 : કચ્છમાં 25 વર્ષ પૂર્વે આવેલા વિનાશક ધરતીકંપ બાદ બનેલા જિલ્લાના મુખ્ય મથક ફરતે બનેલા 18 રિંગ રોડની જાળવણી અને સુધારણા માટે ભાડા અને નગરપાલિકા વચ્ચે સર્જાતા પ્રશ્નો નિવારવા અગાઉ કરેલી રજૂઆતને પગલે આ રસ્તા માર્ગ અને મકાન વિભાગને તબદીલ કરવા બદલ ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રત્યે આભાર દર્શાવીને તાજેતરમાં ગાંધીનગર ખાતે રૂબરૂ અન્ય માર્ગોની સુધારણા માટે રજૂઆત કરવા ઉપરાંત ભુજથી ભચાઉ, અંજાર, નખત્રાણા  તેમજ મુંદરા માર્ગના વિસ્તૃતિકારણની દરખાસ્ત કરી છે જેના લીધે ટ્રાફિકની સમસ્યા મહદ અંશે હલ થવાની આશા દર્શાવી છે. ધારાસભ્ય કેશુભાઈ પટેલે મુખ્યમંત્રીને સંબોધેલા પત્રમાં જણાવ્યું  કે વિનાશક ભૂકંપ બાદ રાજ્ય સરકારના જી યુ ડી સી વિભાગ દ્વારા 2005મા 18 રિંગ રોડ બનાવ્યા જેમાં નળ સર્કલથી એન્કર સર્કલથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી એરોપ્લેન સર્કલથી પ્રિન્સ રેસીડેન્સી આત્મારામ સર્કલથી જથ્થાબંધ બજારથી દીનદયાલ સ્કૂલ મહિલા આશ્રમ સર્કલથી સરપટ ગેટ ભીડ ગેટથી રેલવે સ્ટેશન રોડ રાણી લક્ષ્મીબાઈ સ્ટેચ્યુથી ગાંધી સર્કલથી કચ્છમિત્ર કોલોની જ્યુબીલી સર્કલથી વી.ડી. હાઈસ્કૂલથી બી. મંગતરામથી દેશલસર તળાવ પ્રિન્સ રેસીડેન્સીથી હિલ ગાર્ડનથી એરપોર્ટથી મહિલાશ્રમ (ખાવડા ક્રોસીંગ) જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી જ્યુબીલી સર્કલ રેલવે સ્ટેશનથી મોટાપીર સર્કલથી કોડકી રોડ જંકશન સરપટ ગેટથી ભીડ ગેટથી આત્મારામ સર્કલ ટાઉન હોલથી હમીરસર તળાવ (ગાંધીજી સ્ટેચ્યુ) ત્રિમંદિરથી રઘુવંશી ચાર રસ્તા કોમર્સ કોલેજથી રઘુવંશી ચાર રસ્તામાં 40.750 કિમીના માર્ગોની મરંમત અને નિભાવ માટે ભાડા અને નગરપાલિકા વચ્ચે સર્જાતા પ્રશ્નનો અંત આવ્યો તે સુખદ બાબત છે. કેશુભાઇએ જણાવ્યું હતું કે આ માર્ગો આર.એન્ડ બીને તબદીલ કર્યા અને આ માર્ગો પૈકી 14 માર્ગો માટે રૂા. 63.80 કરોડથી કુલ 94.30 કરોડની જંગી રકમ મંજુર કરી તે બદલ આભાર વ્યકત કરતા ઉમેર્યું હતું કે હજુ શહેરના બાકી સાત રસ્તા પૈકી એન્કર (આર.ટી.ઓ.) સર્કલથી આત્મારામ સર્કલ હમીરસર તળાવ ઓગનથી કોડકી ચાર રસ્તા, ભીડ ગેટ દાંડીવાળા હનુમાનથી સુરલભીટ રેલવે સ્ટેશન એપ્રોચરોડથી આત્મારામ સર્કલ ભુજ મુન્દ્રા રોડ (5 કિમી) ભુજ લખપત રોડ (5.400) કિમી જેનો નિભાવ માર્ગ મકાન વિભાગ પાસે છે જયારે નળ સર્કલથી માધાપર પોલીસ સ્ટેશન સુધીનાર. 000 કિમીના જીએસઆરડીસી ગાંધીનગર હસ્તકના વિસ્તૃતીકરણ અને મજબૂતીકરણની કામગીરી અતિ આવશ્યક બની છે તેઓએ આ માટે પર્યાપ્ત રકમ મંજુર કરવા ભલામણ કરી છે. વિશેષમાં ભુજ ભચાઉ ભુજથી અંજાર  નખત્રાણા અને મુંદરા રોડ પહોળા થવાંથી ભુજના તમામ રસ્તાઓની ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવી શકાય તેમ છે. ઉલ્લેખનીય છે કે નજીકના ભવિષ્યમાં વિસ્તૃતિકારણને નડતર દબાણો દૂર થઈ તો વાહન વ્યવહાર સરળ બનશે.  તેવું સત્તાવાર રીતે પાઠવાયેલી યાદીમાં જણાવાયું છે. 

Panchang

dd