• બુધવાર, 20 મે, 2026

ગુંદાલાથી બાબિયા માર્ગની દયનીય હાલતથી પરેશાની

ગુંદાલા (તા. મુંદરા), તા. 19 : ગુંદાલાથી લાખાપર, પત્રી, વાંકી, ટપ્પર થઇને જતા બાબિયા સુધીનો માર્ગ બિસમાર હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તામાં ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. ઓવરલોડ વાહનોનાં કારણે રસ્તાની હાલત વધુ ને વધુ દયનીય બની રહી છે અને સતત અકસ્માતનો ભય રહે છે. તંત્રને રજૂઆત કરાઇ હોવા છતાં માર્ગ સુધારણા હાથ ધરાઇ નથી. રોડ જ્યારે બને ત્યારે પરંતુ હાલ રસ્તાના ખાડા પૂરાઇ જાય તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. 

Panchang

dd