• બુધવાર, 20 મે, 2026

ગોવર્ધન એવોર્ડ સંગીત સાહિત્ય સેવા ક્ષેત્રે કામ કરતા વ્યક્તિનો પ્રતિસાદ છે

અંજાર, તા. 19 :  છેલ્લા ત્રણ વર્ષથી જાહેર થયેલા ગોવર્ધન એવોર્ડની અર્પણ વિધિ કાર્યક્રમ તાજેતરમા  અંજાર ખાતે  યોજાયો હતો. આ વેળાએ  કવિ સંમેલનનું આયોજન કરાયું હતું. આ વેળાએ અંજાર સચ્ચીદાનંદ મંદીરના મહંત  ત્રિકમદાસજી મહારાજે કહ્યું હતું કે  સંગીત, સાહિત્ય, અને ઊસેવા એવોર્ડ એ પોતાના ક્ષેત્રમાં કામ કરી રહેલા  વ્યક્તિઓની નિષ્ઠનો પ્રતિસાદ છે. સમાજે  યોગ્ય વ્યક્તિની કદર કરવી જોઈએ તો જ યોગ્ય અયોગ્યની પરખ થશે તેવું તેમણે જણાવ્યું હતું. આરંભમાં ફોટોગ્રાફર વિનેશ ઠક્કર,રાજેશ પલણ અને વેલજીભાઈ આહીર દ્વારા મહંતનું સન્માન કરાયું હતું. સાહિત્યનો એવોર્ડ મેળવનારા  જાણીતા કવી સંજુ વાળાએ કહ્યું હતું કુ રાજસત્તા અને ધર્મસત્તાનું જયારે સાયુજય રચાય ત્યારે સમાજની પ્રગતિ થાય છે. સંગીતનો એવોર્ડ મેળવનારા વેલાભાઈ ભીલે ભજનની પંક્તિ ગાઈને આભાર વ્યકત કર્યો હતો. જયારે સેવા એવોર્ડ મેળવનારા હસીનાબેન લાડકે  પોતાને મળેલો આ પુરસ્કાર કચ્છીયતનો પુરાવો હોવાનું કહ્યું હતું.કાર્યક્રમની સાથે આયોજીત મુસાયરામાં સંજુ વાળા, વિનોદ ઓઝા, શબનમ ખોજા, જુગલ દરજી અને કુમાર જીનેશ શાહે કાવ્યપઠનથી શ્રોતાઓને રસતરબોળ કર્યા હતાં.મુસાયરાનું સંચાલન અજય સોનીએ કર્ય્રુ હતું. આ પ્રસંગે રાજ સોમૈયા, સુનિલ જોબનપુત્રા, દક્ષા સંઘવી, વિરાજ દેસાઈ,  નારણભાઈ ધોરીયા,રમેશ ચૌહાણ, સુનિલ રોશીયા,કામીની ધોળકિયા, પુનમ ધુંવા, પુજા ગઢવી, મનોજ લોઢા, મહેશ સોલંકી, સુનિલ મહેતા, કાજલ છાયા, જયા સોધમ, ડો. નંદલાલ છાંગા, કમલેશ ગુંસાઈ,  ડી.સી.ઠક્કર,વર્ષા ભટ્ટ, વિનોદ કટુઆ, મગનલાલ કન્નડ, મીત  ગઢવી, વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આયોજન અને સંચાલન માવજી મહેશ્વરીએ કર્યું હતું અને વ્યવસ્થા જયંત રાઠોડે ગોઠવી હતી. 

Panchang

dd