• બુધવાર, 20 મે, 2026

તો, વિપક્ષ કચેરી કમ્પાઉન્ડમાં સમિયાણું બાંધીને બેસશે

ભુજ, તા. 19 : એકતરફ ભુજ નગરપાલિકાના હોદ્દેદારોની નિયુક્તિ થતાં અભિનંદન પાઠવવા લોકાહે ઉમટી રહ્યા હતા જ્યારે બીજીતરફ વિપક્ષ દ્વારા સુધરાઇ કચેરીમાં વિપક્ષને રૂમ ફાળવવા પ્રાંત અધિકારી તથા મુખ્ય અધિકારી સમક્ષ માંગ કરાઇ હતી. ભુજના નાગરિકો વિવિધ સમસ્યાઓ, જનપ્રતિનિધિઓ તેમજ બેઠક, અરજી કામગીરી તથા જાહેર કામોના સુચારુ સંચાલન માટે નગરપાલિકા આવતા હોય છે ત્યારે તેમની સમસ્યાને વાચા આપવા અને પ્રશ્નો હલ કરવા વિપક્ષી નગરસેવકો માટે રૂમ ફાળવવા માંગ કરી હતી. કોંગ્રેસ તેમજ એઆઇએમઆઇએમના ચૂંટાયેલા નગરસેવકાહે દ્વારા અધિકારીને સ્પષ્ટ જણાવ્યું કે, નિયમોમાં જોગવાઇ મુજબ ઉ.પ્ર. અને કારોબારી ચેરમેનની ચેમ્બરની જોગવાઇ નથી. તેમ છતાં તેમની ચેમ્બર રખાઇ છે. જાહેસત્તા પક્ષ માટે નિયમો લાગુ ન પડતા હોય તો વિપક્ષ માટે પણ ચેમ્બરની જોગવાઇ કરવી જોઇએ. આ ઉપરાંત વિપક્ષ નગરસેવિકા અંજલિ ગોરે નગરપાલિકા એક્ટ પાના નં. 542ને ટાંકી જણાવ્યું કે, નગરપાલિકા કચેરીમાં પ્રમુખ, કારોબારી સભાખંડ, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ શાખા અને સેનિટેશનની જ ચેમ્બષરને જ મંજૂરી હોય છે તેવી દલીલ કરી હતી. તો, કિશોરદાન ગઢવીએ જો ચેમ્બર ફાળવવામાં નહીં આવે તો કચેરી પ્રાંગણમાં સમિયાણુશં બાંધી વિપક્ષી નગરસેવકો બેસી લોકોના પ્રશ્નોને વાચા આપશે. ઉપરાંત સત્તા પક્ષને ફાળવાયેલી વધારાની ચેમતબરને તાળબંધી કરાશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. ફકીરમામદ કુંભાર, આઇસુબેન સમા, એઆઇએમઆઇએમના સકીલ સમા, સમા રોશનબેન, જુણેજા સરફરાઝ વિ. માગણીમાં જોડાયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભા તેમજ વિધાનસભામાં પણ ઉપાધ્યક્ષનું સ્થાન હોય છે, પણ તે ફાળવવામાં નથી આવતું. 

Panchang

dd