ભુજ, તા. 6 : માનવજ્યોત
સંસ્થાના સહયોગથી જીવદયાના લાભાર્થે મિલે સૂર હમારા વીમેન્સ કરાઓકે મ્યુઝિક સંસ્થા
તેમજ સૂર આરાધના મ્યુઝિકલ ક્લબના સંયુક્ત ઉપક્રમે કરાઓકે ટ્રેક ઉપર સંગીતસંધ્યાનું
આયોજન કરાયું હતું. મહારાજ ભૂપતસિંહ હોલ મહારાવ વિજયરાજજી લાયબ્રેરી હમીરસર તળાવ પાસે
કાર્યક્રમ યોજાયો હતો. પ્રારંભમાં મુખ્ય મહેમાનો જોરાવરસિંહ રાઠોડ, શંકરભાઇ સચદે, ઝવેરીલાલ સોનેજી, રસિક મકવાણા, પ્રબોધ મુનવર, કનૈયાલાલ
અબોટી, પૂજાબેન અયાચી, ઘનશ્યામ ગઢવી,
સહદેવસિંહ જાડેજા, જિતેન્દ્રભાઇ ઠક્કર,
કમલ રાજપૂત, લીનાબેન ડાભી, ભગીરથ ધોળકિયાએ દીપ પ્રાગટય કર્યું હતું. અનિલ ગોર, અજિત
માનસતા, નીતિન કેશવાણી, બેલાબેન મહેતા,
રેશ્માબેન ઉપસ્થિત રહ્યા હતા. પ્રબોધભાઇ મુનવર દ્વારા બંને સંસ્થાના
પ્રમુખ પૂજાબેન અયાચીને ત્રીજી વખત નારીરત્ન એવોર્ડ એનાયત કરાયો હતો. જિતેન્દ્રભાઇ
ઠક્કરે ફાળો આપ્યો હતો.