ભુજ, તા. 13 : ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક
સાયન્સ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ યોજાયો હતો. યુનિવર્સિટી સમગ્ર દેશના નવ શહેરમાં
પોતાના કેમ્પસ ધરાવે છે અને તેનું મુખ્ય મથક ગાંધીનગર છે. ગાંધીનગર ખાતેના સંકુલમાં
ક્લિનિકલ સાયકોલોજી સાથે એમ.એસસી.નો અભ્યાસ હાલમાં જ પૂરો કરનાર ભુજની યુવતી યજુશી
જયદીપ પટેલે યુનિવર્સિટીમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરતાં દેશના સી.જે.આઇ. સૂર્યકાંતના હસ્તે સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં
આવ્યો હતો. આ પહેલાં યજુશીએ ગાંધીનગર ખાતે આવેલી સંસ્થા પી.ડી.પી.ઇ.યુ.માંથી બી.એ.
ઓનર્સનો અભ્યાસ પૂરો કરી અને તેમાં પણ ગોલ્ડ મેડલ મેળવેલો છે. સ્નાતક તથા અનુસ્નાતક
બંને અભ્યાસક્રમમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ભારતના ચીફ જસ્ટિસના હસ્તે સન્માન મેળવનાર
યજુશીએ ભુજ તથા કચ્છનું ગૌરવ વધાર્યું છે. તેઓ સ્વ. ડો. વી. એચ. પટેલની પૌત્રી છે તથા
વર્ષા અને જયદીપ પટેલની પુત્રી છે.