ઋષિકેશ (ઉત્તરાખંડ), તા. 13 : ભુજની દેવલમા
સત્સંગ સમિતિ દ્વારા સ્વામિનારાયણ આશ્રમ ઋષિકેશ ખાતે આયોજિત ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ
મહોત્સવની કથામાં વક્તા કશ્યપભાઇ જોશીએ વ્યસનમુક્તિ અને વડીલોની વંદના વિશે દૃષ્ટાંતો
દ્વારા માનવજીવનની સાર્થકતાની વાત કરી હતી. ધંધામાં ધર્મની ભાવના હોવી જોઇએ, પણ ધર્મમાં ધંધાની ભાવના એ સત્ય સનાતન હિન્દુ
સંસ્કૃતિ વિરુદ્ધ છે. જગન્નાથની કૃપા વગર વ્યક્તિ જતું કરી શકતો નથી. માણસ પોતાના કર્મ
પ્રત્યે જાગૃતિ રાખશે, તો જ આધ્યાત્મિક સફળતાને પામી શકશે તેવું
જણાવ્યું હતું. કથા પ્રારંભે કવિ રવિ પેથાણી `િતમિર'
અને જયંતી ગોર `જખ્મી'એ સ્વરચિત
રચનાઓ રજૂ કરી હતી. બીજા દિવસના મહાપ્રસાદના દાતા હરિભાઇ હીરાભાઇ જાટિયા રહ્યા હતા.
દિક્ષીબેન જયેશભાઇ જોશી તરફથી 25000નું, સ્વ. નવીનભાઇ
કરમશી જોશી (કોડાય), સ્વ. નિમુબેન ખરાશંકર અજાણી, સ્વ. રશ્મિબેન જવેરીલાલ (બાબુભાઇ) બાવા
તરફથી દાન મળ્યું હતું. કાયમી દાતા હેમલતાબેન દલસુખ ગાંધી, રાધાબેન મોહનલાલ મોતા દ્વારા પૂજાપા સામગ્રી અને આમંત્રણ પત્રિકામાં આર્થિક
સહયોગ પ્રાપ્ત થયો હતો. વિનોદભાઇ એ. ગોર, જ્યોત્સનાબેન વ્યાસ,
દીનાબેન ગોર, કિશોર સલાટ, કુસુમ જોશી, મોહન માસ્તર સહિતના સામાજિક અગ્રણીએ કથા
શ્રવણનો લાભ લીધો હતો. સમરસતાના ભાગરૂપે ભુજના જેરામભાઇ દેવીપૂજક પરિવાર કથામાં પોથી
યજમાનનો લાભ લઇ રહ્યા છે. કથાના મુખ્ય યજમાન દક્ષાબેન દિનેશભાઇ વ્યાસ પરિવારે જોડાયેલા
યાત્રિકોને આવકાર્યા હતા. કથા સંચાલન વસંત અજાણીએ કર્યું હતું.