ગાંધીધામ, તા. 9 : ગાંધીધામ
મહાનગરપાલિકાનો વાહન વિભાગ ચર્ચામાં છે. તત્કાલીન સમય નગરપાલિકાથી લઈને અત્યાર સુધીમાં
આ વિભાગ સામે વારંવાર સવાલો ઊઠી રહ્યા છે. ખાસ કરીને પેટ્રોલ-ડીઝલના ખર્ચ ઉપર ગંભીર
પ્રશ્નો ઊઠે છે, પરંતુ તપાસ કરવામાં આવતી નથી. ચાલુ નાણાકીય વર્ષમાં એક એપ્રિલ,
2025થી લઈને 31 ડિસેમ્બર, 2025 દરમિયાન નવ મહિનામાં પેટ્રોલ- ડીઝલ અને ઓઇલ પાછળ 1,20,97,197 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વાહન રિપેરિંગ
તથા સ્પેરપાર્ટ પાછળ નવ મહિના દરમિયાન 25,50,034 રૂપિયા
ખર્ચ કરવામાં આવ્યા છે, જ્યારે વાહનો ભાડે રાખીને 4,92,900 રૂપિયા વાહનોનું ભાડું ચૂકવવામાં આવ્યું છે, તો વાહનોના પ્રીમિયમ પાછળ 7,78,790 રૂપિયાનો
ખર્ચ કરાયો છે, જ્યારે હંગામી મહેકમ પાછળ રૂા. 63,69,112, આઉટસોર્સિંગથી મહેકમ પાછળ 11,70,584 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. નવાં વાહન ખરીદવા
અને વાહનોના ઘસારા પાછળ નવ મહિના દરમિયાન એક પણ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો નથી, આ ઉપરાંત ઘસારા ફંડ તથા વાહનો ખરીદવા પાછળ પણ કોઈ ખર્ચ કરાયો નથી, સૌથી વધુ ખર્ચ પેટ્રોલ-ડીઝલ અને ઓઇલ પાછળ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ વાહન
રિપેરિંગ પાછળ ખર્ચ કરાયો છે, જેનાં પગલે જ સવાલો ઊઠી રહ્યા છે.
મહાનગરપાલિકાનાં વાહનો જેટલા તેમને ઉપયોગમાં આવતા નથી તેના કરતાં તો ખર્ચ વધુ થઈ રહ્યો
હોવાના ગંભીર આક્ષેપો છે અને કમિશનર દ્વારા સમીક્ષા કરવામાં આવે તેવી માંગ પણ કરાઈ
રહી છે. મહાનગરપાલિકા દ્વારા બજેટમાં વાહન વિભાગ પાછળ 6.20 કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. તેમની સામે એક
એપ્રિલ, 2025થી લઈને 31 ડિસેમ્બર, 2025 દરમિયાન
નવ મહિનામાં 2,34,58,617 રૂપિયાનો ખર્ચ
કરવામાં આવ્યો છે, જે 6 બોલેરો
તેમજ જેસીબી સહિતનાં વાહનો આવ્યાં છે, તે અગાઉની દરખાસ્તનાં પગલે સરકારમાંથી
પ્રક્રિયા થઈ છે અને વાહનો આવ્યા છે. મહાનગરપાલિકાએ નવાં વાહનોની ખરીદી કરી નથી,
હાલના સમય તો અતિક્રમણ દૂર કરવાની કામગીરી દરમિયાન જેસીબી અને ટ્રેક્ટરનો
ઉપયોગ થઈ રહ્યો છે અને તેમાં ભાડાંનાં પણ વાહનો રખાય છે, પરંતુ
આ વિભાગના ખર્ચ સામે સમીક્ષા જરૂરી છે, તેવું જાગૃત નાગરિકો કહી
રહ્યા છે.
વાહન વાઇઝ બિલ લોગબુક નિભાવણી જરૂરી
વાહનોના
પેટ્રોલ-ડીઝલ અને ઓઇલ પાછળ વ્યાપક ખર્ચ આવી રહ્યો છે. મોટાભાગની કામગીરી આઉટસોર્સિંગથી
આપી દેવામાં આવી છે. દબાણ દૂર કરવા દરમિયાન જેસીબી અને ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે. તેમાં
પણ ભાડે વાહન રાખવામાં આવે છે. છતાં પેટ્રોલ-ડીઝલ અને ઓઇલનો વ્યાપક ખર્ચ આવે છે, જેનાં પગલે સવાલો ઊઠી રહ્યા છે, જે વાહનમાં ઇંધણ ભરવામાં
આવે છે. તે વાહન નંબર તેમના કિલોમીટરે ઉપરાંત જેસીબી સહિતનાં વાહનોમાં કલાકો સહિતની
નોંધ કેટલા લિટર ડીઝલ વપરાયું તેની નોંધ તથા જે વાહનમાં પેટ્રોલ-ડીઝલ ભરાયું હોય તેના
નંબર બિલ સાથેની લોગબુકની નિભાવણી કરવામાં આવે તો જરૂરી છે. વ્યાપક ખર્ચ સામે સવાલો
ઊઠી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ ખાનગી વાહનોમાં પૂરાતા હોવાના ગંભીર આક્ષેપો પ્રબુદ્ધ નાગરિકો
દ્વારા કરવામાં આવી રહ્યા છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા
સમીક્ષા કરવામાં આવે તેવી પણ માંગ ઊઠી છે, હાલે વાહન વિભાગના
કોઈ વડા નથી, જવાબદારી સાથેની નિમણૂક કરાય તે જરૂરી છે.
બજેટની જોગવાઇ સામે નવ માસમાં ખર્ચ
વિભાગ બજેટ નવ માસ ખર્ચ
વાહન
ખરીદી 50
લાખ શૂન્ય
વાહન
ઘસારો 15
લાખ શૂન્ય
હંગામી
મહેકમ 55
લાખ 63 લાખ
પેટ્રોલ-ડીઝલ 2.50 કરોડ 1.20 લાખ
વા.
રિપેરિંગ 50
લાખ 25.50
લાખ
વીમો 20 લાખ 7.78 લાખ
ઘસારા
ફંડ 10
લાખ શૂન્ય
મહેકમ
આ. 1.20
કરોડ 11.70
લાખ
વાહન
ભાડાં 50
લાખ 4.92
લાખ