• બુધવાર, 24 ડિસેમ્બર, 2025

યજ્ઞ `બ્રહ્માંડની નાભિ', સાક્ષાત વિષ્ણુનું સ્વરૂપ

અમદાવાદ, તા. 23 : ભગવાન સ્વામિનારાયણના સવિદ્યા તથા સર્વજીવ હિતાયના સંદેશને વિશ્વમાં પ્રસારિત કરનાર સ્વામિનારાયણ ગુરુકુળ, મેમનગરના સુવર્ણ જયંતી મહોત્સવના ઉપલક્ષમાં 21 દિવસીય `મહાવિષ્ણુયાગ' યજ્ઞ યોજાયો છે. ગુરુ માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિ તથા બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ ઊજવાઈ રહેલા મહોત્સવમાં દશર્નમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ડાયરેકટર રામપ્રિયજી, અધ્યાપકો તથા ઋષિકુમારો દ્વારા દક્ષિણ ભારતીય પરંપરા મુજબ વૈદિક વિધિથી યજ્ઞ સંપન્ન થશે. પુરુષ સુક્ત, શ્રી સુક્ત, વિષ્ણુ સહત્ર, જનમંગલ-સર્વમંગલ સ્તોત્ર દ્વારા આહુતિ અર્પણ કરાશે. 51 યજ્ઞ કુંડમાં વિવિધ ઔષધિ, ગૌકાષ્ટ તથા ગાયના શુદ્ધ ઘીની આહુતિ અપાશે. યજ્ઞશાળાનું નિર્માણ માટી તથા ગૌમય (ગાયનું છાણ)થી કરાયું છે. યજ્ઞમાં 21 દિવસ સુધી ભક્તો, વિદ્યાર્થીઓ તથા સંતો દ્વારા ચોવીસ કલાક અખંડ પ્રદક્ષિણા કરાશે. હરિભક્તો, છાત્રો તથા સંતોએ યજ્ઞશાળાનું નિર્માણ કર્યું હતું. અહીંના નિવાસી ભક્તોએ આ સમયગાળા દરમિયાન તપ અને ભજનના નિયમો ધારણ કર્યા હતા. યજ્ઞશાળામાં સિવેલા વત્રો પહેરીને પ્રવેશ નિષેધ છે. અગાઉ 80 વર્ષ પૂર્વે ગુરુકુલના સ્થાપક શાત્રીજી મહારાજે જૂનાગઢ ખાતે 21 દિવસીય મહાવિષ્ણુયાગ યજ્ઞ કર્યો હતો. વૈદિક સંસ્કૃતિમાં યજ્ઞને `બ્રહ્માંડની નાભિ' મનાય છે. શ્રુતિઓ યજ્ઞને સાક્ષાત્ વિષ્ણુનું સ્વરૂપ ગણાવે છે. ઔષધીય ધૂમ્રશેષ વાયુમંડળને વાયરસમુકત કરી રોગપ્રતિકારક શકિત વધારી માનસિક શાંતિ પ્રદાન કરતા આ યજ્ઞ માત્ર આધ્યાત્મિક જ નહીં, પરંતુ પર્યાવરણ શુદ્ધિનો મહાકુંભ બનશે.

Panchang

dd