ગાંધીધામ, તા. 19 : કચ્છના વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછી ઉચ્ચ
અભ્યાસ અંગેનું માર્ગદર્શન એક જ છત્રછાયા તળે મળે તે હેતુથી કચ્છમિત્ર દ્વારા આગામી
તા. 21થી તા. 23 સુધી ત્રિદિવસીય એજ્યુકેશન
એક્સપોનો આરંભ કરાયો છે. ગુજરાતની જાણીતી શિક્ષણ સંસ્થાઓ આ એક્સપોમાં ભાગ લઈ રહી છે. ડો. બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન હોલ ખાતે
યોજાનારા એજ્યુકેશન એક્સપોના ઉદ્ઘાટન સમારોહમાં
કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલ, ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર મિતેશ પંડયા, ગાંધીધામ ચેમ્બર
ઓફ કોમર્સના પ્રમુખ મેહશ પુજ, અદાણી ફાઉન્ડેશન ગુજરાતના સી.એસ.આર.
હેડ પંક્તિબેન શાહ, એસ.આર.કે. ઈન્સ્ટિટયૂટના ચેરમેન અરજણ કાનગડ વિગેરે ઉપસ્થિત રહેશે. આ એજ્યુકેશન
એક્સપોમાં અદાણી યુનિવર્સિટી-અમદાવાદ, એસ.આર.કે. ઈન્સ્ટિટયૂટ-સાપેડા, ગુજરાત યુનિવર્સિટી-અમદાવાદ, પંડીત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી-ગાંધીનગર,
ગણપત યુનિવર્સિટી-મહેસાણા, ચાર્ટર યુનિવર્સિટી
ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી-આણંદ, પારુલ યુનિવર્સિટી-બરોડા,
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી-ભુજ, મોદી સ્કૂલ- રાજકોટ, અનંત નેશનલ યુનિવર્સિટી - અમદાવાદ,
જ્ઞાનવેલી સ્કૂલ-ભુજ, ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન
યુનિવર્સિટી - અમદાવાદ, અંજાર એજ્યુકેશન સોસાયટી, સૂર્યાવરસાણી એકેડેમી-ભુજ,
ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ-મોરબી, ભાનવર રાઠોડ ડિઝાઈન
સ્ટુડિયો- અમદાવાદ, ચિલ્ડ્રન યુનિવર્સિટી- ગાંધીનગર, ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી- અમદાવાદ, સિલ્વર ઓક
યુનિવર્સિટી-અમદાવાદ સહિતની સંસ્થા દ્વારા
અપાતા ઉચ્ચ શિક્ષણ સહિતના અભ્યાસક્રમ અંગે
માહિતી પ્રદર્શિત કરવામાં આવશે. સામાજિક જવાબદારીના ભાગરૂપે વિદ્યાર્થીઓને
ઉચ્ચ અભ્યાસક્રમ અંગે સતાવતા પ્રશ્નોનું સ્થાનિકે જ માર્ગદર્શન મળી રહે તે હેતુથી
વ્યાપક સ્તરે આ આયોજન હાથ ધરાયું છે.