• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

જ્ઞાન વગર માણસનાં જીવનમાં અંધકાર રહે છે

ભુજ, તા. 25 : જ્ઞાનયુક્ત આચરણ હિતાવહ છે, યુગપ્રધાન આચાર્ય મહાશ્રમણજીએ લોકોને કલ્યાણકારી આચરણ કરવા પ્રેરિત કરતાં જણાવ્યું હતું કે, જ્ઞાન વગર માણસનાં જીવનમાં અંધકાર છે. સદ્ભાવના, નૈતિકતા અને નશામુક્તિની જ્યોતિ જગાવનાર જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના વર્તમાન અધિશાસ્તા આચાર્ય મહાશ્રમણજી હાલ કચ્છ જિલ્લાના ગામો અને નગરોને પાવન બનાવી રહ્યા છે, આચાર્ય મહાશ્રમણજી તેરાપંથ ધર્મસંઘનો મહામહોત્સવ `મર્યાદા મહોત્સવ' પણ ભુજમાં ઊજવવાનો છે. આચાર્યશ્રી અંજારના તેરાપંથ ભવનથી ગતિમાન થયા હતા, તેમણે લગભગ 12 કિલોમીટરનો વિહાર કરી સાપેડામાં આવેલા એસ.આર.કે. ઈન્સ્ટિટ્યૂટ પહોંચતાં તેમનું સ્વાગત કરાયું હતુ. ઈન્સ્ટિટ્યૂટના પ્રાંગણમાં આયોજિત મુખ્ય પ્રવચન કાર્યક્રમમાં મહાશ્રમણજીએ પ્રબોધ આપતાં કહ્યું હતું કે, જ્ઞાન અને આચરણ આપણા જીવનના બે મુખ્ય પાસાં છે. બંને એકબીજા સાથે જોડાયેલા પણ હોઈ શકે છે. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, પહેલા જ્ઞાન હોવું જોઈએ અને પછી જ્ઞાન અનુસાર આચરણ કરવું જોઈએ. જ્ઞાન વગર માણસના જીવનમાં અંધકાર રહે છે. આચાર્યના પ્રવચનના અનુસંધાનમાં એસ.આર.કે. ઈન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ નિર્દેશભાઈ બૂચે તેમના ભાવોની અભિવ્યક્તિ આપી હતી. આચાર્ય અને સાથે લગભગ એકસોની આસપાસની સંખ્યામાં પદવિહાર કરતા સાધુ-સાધ્વી ભગવંતોની ધવલસેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના કન્વીનર કીર્તિભાઈ સંઘવી ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે વ્યવસ્થા સંભાળી રહ્યા છે, તેવું એક યાદીમાં આચાર્ય મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ ભુજ-કરછના પ્રિન્ટ મીડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd