મુંદરા, તા. 8 : અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન
(અઙજઊણ) મુંદરાએ ફરી એકવાર અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. મુંદરા લિક્વિડ ટર્મિનલે નવેમ્બર-2024માં
0.832 (APSEZ) કાર્ગો હેન્ડલ કરીને અનોખો કીર્તિમાન હાંસલ કર્યો
છે. અઙજઊણનું કાર્ગો હેન્ડલિંગ નવેમ્બર મહિનામાં વાર્ષિક ધોરણે 21 ટકા વધીને કુલ
36 ખખઝ થયું હતું. 2030 સુધીમાં 1 બિલિયન ટન કાર્ગો હેન્ડલ કરવાનો લક્ષ્યાંક ધરાવે
છે. અગાઉ મે-2024માં મુંદરા લિક્વિડ ટર્મિનલે 0.826 ખખઝનો રેકોર્ડ સર્જ્યો હતો, જેને
નવેમ્બરમાં 0.832 MMT કાર્ગો હેન્ડલ કરીને વટાવ્યો છે. APSEZની એકીકૃત આવક અને EBITDA નાણાકીય વર્ષ 2024થી નાણાકીય
વર્ષ 2029 સુધી અનુક્રમે 20 ટકા અને 18 ટકાના સર્વેયર પર વધવાની ધારણા છે, તો આવક અને EBITDA માં અનુક્રમે 46 ટકા અને 48 ટકા CAGR પર વૃદ્ધિની અપેક્ષા છે. ફાઇનાન્સિયલ સર્વિસિસ અને
રિસર્ચ ફર્મ નુવામાએ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના શેર પર `બાય' રાટિંગ જાળવી રાખ્યું છે. રિસર્ચ ફર્મને
અદાણી પોર્ટ્સની આવક અને EBITDA માં ઝડપી વૃદ્ધિની અપેક્ષા છે. અદાણી પોર્ટ સેસન્સની નાણાકીય
સ્થિતિ મજબૂત, દેવું ઓછું અને રોકડની સ્થિતિ સારી છે. કંપની પાસે બંદરો અને લોજિસ્ટિક્સ
સુવિધાઓ સહિત મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. તાજેતરમાં યોજાયેલા ઇન્વેસ્ટર ડે 2024માં કંપનીએ 2030 સુધીમાં 1 બિલિયન
ટન કાર્ગો હેન્ડલ કરવાના તેના લક્ષ્યને પુનરોચ્ચાર કર્યો હતો. આ લક્ષ્યાંક થકી મુખ્યત્વે
સ્થાનિક કાર્ગોમાં 12 ટકા ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ થવાની ધારણા છે, દક્ષિણ-પૂર્વ
એશિયા, આફ્રિકા અને મધ્ય-પૂર્વ જેવા મુખ્ય બજારોમાં સ્થાનિક ઓપરેટરો સાથે ભાગીદારી
દ્વારા આંતરરાષ્ટ્રીય કાર્ગો પણ વૃદ્ધિ પામશે. અગાઉ અદાણી પોર્ટ્સ મુંદરા રો-રો ટર્મિનલે
સૌથી વધુ કાર શિપમેન્ટ નિકાસ કરવાનો વિક્રમ સર્જ્યો હતો. દર કલાકે 116 કારની નિકાસ
સાથે મુંદરા RORO ટર્મિનલે
ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.