• મંગળવાર, 26 નવેમ્બર, 2024

નફા કરતાં સામાજિક જવાબદારીઓ બેન્કની પ્રાથમિકતા

ગાંધીધામ, તા. 24 : અહીંની ગાંધીધામ કો-ઓપરેટિવ બેન્ક દ્વારા શેરધારકો માટે આદિપુરની એમ. એમ. હોસ્પિટલ ખાતે યુરોકેર હોસ્પિટલ રાજકોટના નિષ્ણાત તબીબો અને તેમની ટીમ સાથે કિડની, પથરી, પ્રોસ્ટેટ, મુત્રાશય, જન અવયવ, વંધ્યત્વ તથા બાળકોમાં પેશાબને લગતી તમામ સમસ્યા અને જન્મજાત ખોટખાંપણ માટે નિ:શુલ્ક સારવાર કેમ્પ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભમાં સોશિયલ વેલ્ફેર સમિતિના ચેરમેન વિષ્નીબેન ઈશરાનીએ ઉપસ્થિતોને આવકારી, કેમ્પની રૂપરેખા સમજાવી હતી. ચાલીસ વર્ષથી વધુ સમયથી સેવા આપનાર વરિષ્ઠ ચેરમેન પ્રેમ લાલવાણી અને તબીબો દ્વારા દિપ પ્રાગટ્ય કરાયું હતું. શ્રી લાલવાણીએ બેન્કની સેવાઓનો વધુમાં વધુ લોકો અને શેર હોલ્ડર્સને લાભ લેવા અનુરોધ કર્યો હતો તેમજ બેન્ક દ્વારા નફા કરતાં સામાજીક જવાબદારીને પ્રાથમિકતાનાં ધોરણે નિભાવવામાં આવે છે તેમ  જણાવી, નાગરિકોને શૈક્ષણિક લોનનો લાભ લેવા અપીલ કરાઇ હતી. આ પ્રસંગે ગુરૂમા પરમાનંદ સરસ્વતીનું પ્રેમ લાલવાણી અને વિષ્નીબેન ઇસરાની દ્વારા શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું તેમજ નિષ્ણાત તબીબો ડો. જીતેન્દ્ર અમલાણી, ડો. પ્રફુલ ગજજર, ડો. દુર્ગેશ લાલચંદાણી, પ્રતિક આમલાણી, ડો. જીગેન ગોહેલ, ડો. જીગ્નેશ મહેતા, ડો. ધૃતિ કલસરીયા અમલાણી વગેરેનું બેન્કના સી.ઇ.ઓ. સુરેશ કેશવાણી, ડાયરેકટ2 કમલેશ માયદાસાણી, નરેશ ગનવાણી, જગદીશભાઈ દાફડા, નિકિતા હરેશ હિંગોરાણી, સિંધુ બાગ શાખાના ઇન્ચાર્જ પ્રબંધક હરેશ મુલચંદાણી, લક્ષ્મણ ટિકયાણી અને જીતુભાઇ વરીયાણી દ્વારા સન્માન કરાયું હતું. બેન્કના વાઈસ ચેરમેન મુકેશ લખવાણીએ સંચાલનમાં કેમ્પ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. તબીબના પરિવારના લોકો ગાંધીધામ, આદિપુરમાં વસવાટ કરે છે, તે માટે ડો. જીતેન્દ્ર અમલાણીએ સ્થાનિક લોકો માટે ચિંતા વ્યક્ત કરીને કહ્યું હતું કે, કચ્છમાં વધુ પડતી ગરમીના કારણે ક્ષારની ક્ષમતા વધારે હોય છે. જેથી લોકોને પથરી તેમજ પેશાબની તકલીફ વધુ હોઇ અહી વધુમાં વધુ સેવા આપવા માટે સહમતી દર્શાવી હતી. સમગ્ર કાર્યક્રમમાં મુકેશ કેલા, 2ાકેશ ઠાકુર, હરેશ લાલવાણી, હરેશ રંગનાણી, તરૂણ નાવાણી, ઘનશ્યામ આસનાણી, જયેશ મંગનાણી, હીનાબેન, શષ્ટીબેન, વર્ષાબેન, ક્રિષ્નાબેન, વિનોદ નંદવાણી, ગીરીશભાઈ તથા બેન્કના તમામ કર્મચારીઓએ સહયોગ આપ્યો હતો. આ વેળાએ રાજકોટના નિષ્ણાત તબીબ દ્વારા 130 દર્દીને તપાસવામાં આવ્યા હતા.    

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang