ગાંધીધામ, તા. 24 : મહા બંદરગાહોના કામદારોની વેતન સમજૂતીનાં
અમલીકરણ અંગે એન.સી.સી. કમિટીની મિટિંગ ગોવા ખાતે યોજાઇ. આ બેઠકમાં કંડલા પોર્ટ કર્મચારી
સંઘના પ્રમુખે ભાગ લઈને ચર્ચા કરી હતી. મહા
બંદરગાહોના કામદારોનાં વેતન સમજૂતીનાં અમલીકરણ અંગે નેશનલ કો-આર્ડિનેશન કમિટી (એન.સી.સી)ની માટિંગનું આયોજન મર્મગોવા પોર્ટ અને રેલવે વર્કસ દ્વારા કરાયું
હતું. આ બેઠકમાં છ ફેડરેશનના કામદારોના નેતાઓએ
હાજરી આપી હતી. આરંભમાં ઇન્ટુક ફેડરેશનના પ્રમુખ સ્વ પ્રભાત કુમાર સામંતરાય (પૂર્વ?સાંસદ)
તેમજ મહામંત્રી સ્વ મોહન આસવાણીનું નિધન થતાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. માટિંગમાં થયેલા સમાધાન
અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. તારીખ 28/11/2024ના 26 ફેડરેશન સાથે જોડાયેલા
દરેક સ્થાનિક યૂનિયનો દ્વારા ચેરમેનને પત્ર
આપવામાં આવશે. ગત તા. 27 સપ્ટેમ્બરના
થયેલાં સમાધાન મુજબ ત્વરિત અમલીકરણ કરવા યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવશે. તેમજ
આગામી તા. 5-ડિસેમ્બરના દરેક પોર્ટ ઉપર એક દિવસ વિરોધ પ્રદર્શન કરવા પણ બેઠકમાં નિર્ણય
લેવાયો હતો. માટિંગમાં કંડલા પોર્ટ કર્મચારી
સંઘના પ્રમુખ રાણા વિસરિયા તેમજ સચિવ અનવર માંજોઠી હાજર રહ્યા હોવાનું કંડલા પોર્ટ કર્મચારી સંઘના ઉપપ્રમુખ ભરત કોટિયાએ
જણાવ્યું હતું.