• શુક્રવાર, 03 મે, 2024

મતદાનમાં રોકાયેલા કર્મચારીઓને બીજા દિવસે ઓન ડયુટી રજા મળશે

ભુજ, તા. 22 : રાજ્યમાં આગામી સાતમી મે, મંગળવારે યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી અને પાંચ વિધાનસભાની પેટાચૂંટણી દરમ્યાન મતદાન કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ માટે બીજા દિવસે ઓન ડયુટી રજા જાહેર કરાઇ છે. સામાન્ય રીતે મતદાનના દિવસે ચૂંટણી ફરજ 2ના કર્મચારીઓ મતદાન પૂરું થયા બાદ રિસિવિંગ સેન્ટર ઉપર મોડી રાત્રે અથવા તો જો અંતર વધુ હોય તો બીજા દિવસે વહેલી પરોઢે મતદાન સામગ્રી પરત સોંપવા માટે પહોંચતા હોય છે. આથી ચૂંટણી સ્ટાફના તેઓના ફરજ 2ના પ્રમાણમાં લાંબા સમયગાળાને ધ્યાનમાં રાખી તેઓએ મતદાનના બીજા દિવસે તેમની કચેરીમાં હાજરી આપવાની જરૂર નથી અને તેઓને ફરજ પર હાજર (ઓન ડયુટી) ગણવાની રહેશે. ભારતના ચૂંટણીપંચની સૂચના અન્વયે મતદાનના બીજા દિવસે એટલે કે, તા. 8/5/2024, બુધવારના  અને જ્યાં પુન: મતદાન યોજાય તેવા કિસ્સામાં જો મતદાનના બીજા દિવસે ચાલુ દિવસ હોય તેવા કિસ્સામાં અને જ્યાં રિસિવિંગ સેન્ટર પર મોડી રાત્રે અથવા બીજા દિવસે સવારે પહોંચવાના હોય તેવા કિસ્સામાં ઉક્ત સૂચનાઓ લાગુ પડશે તેવી સ્પષ્ટતા કરાઈ છે. અંગે રાજ્યના સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી અશોક પટેલ દ્વારા રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને કલેક્ટરોને પત્રની અમલવારી કરવા સૂચના અપાઇ હોવાનું કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનાસિંહ જાડેજા, મંત્રી કેરણા આહિર તથા રાજ્યસંઘના ઉપપ્રમુખ હરાસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang