• શુક્રવાર, 04 એપ્રિલ, 2025

પાંચ પાકિસ્તાની સૈનિક ઘવાયા

શ્રીનગર, તા. 2 : કાશ્મીરમાં વાસ્તવિક અંકુશ રેખા પર ભારતીય સેનાના જાંબાઝ જવાનોએ પાંચ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યા હતા. તેવો દાવો મીડિયા અહેવાલમાં કરાયો હતો. જો કે, પીટીઆઈના હેવાલ મુજબ પાંચ પાકિસ્તાની દળોએ પૂંચમાં એલઓસી પાર કરી હતી અને ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો હતો. વિસ્ફોટ તથા ગોળીબારમાં પાંચ પાકિસ્તાની સૈનિક ઘવાયા હતા. બીજી તરફ, લાંબા સમય બાદ પૂંચ જિલ્લામાં પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામ ભંગની હીન હરકત કરી હતી. પૂંચમાં નિયંત્રણ રેખા પર કૃષ્ણાઘાટી ક્ષેત્રમાં ઘૂસણખોરીનો નાપાક પ્રયાસ કરી રહેલા પાંચ પાકિસ્તાનીને સુરક્ષાદળોએ ઠાર કરી નાખ્યા હતા. અંકુશ રેખાને અડીને આવેલા વિસ્તારમાં ત્રણ સુરંગ વિસ્ફોટ થયા હતા અને પાકિસ્તાન તરફથી ગોળીબાર પણ થયો હતો. ભારતીય સેનાના જાંબાઝ જવાનોએ પણ જડબાંતોડ જવાબ આપ્યો હતો. હવે સીમાવર્તી ક્ષેત્રમાં સ્થિતિ નિયંત્રણમાં છે, તેવું સૈન્ય અધિકારીઓ તરફથી જણાવાયું હતું. જમ્મુ ખાતે સંરક્ષણ વિભાગના પીઆરઓ લેફ્ટનન્ટ કર્નલ સુનીલ બર્તવાલે જણાવ્યું હતું કે, કોઈ પણ જાતની ઉશ્કેરણી વગર પાક સેના દ્વારા ગોળીબાર કરાયો હતો. કૃષ્ણાઘાટી બ્રિગેડની નાંગી ટેકરી બટાલિયનના જવાનોએ યુદ્ધવિરામ ભંગ કરતાં ગોળીબાર કરનારી પાકિસ્તાની સેનાને જડબાંતોડ જવાબ આપ્યો હતો. આ હરકત બાદ એલર્ટ મોડમાં આવી ગયેલી સેનાએ સતર્ક જાપ્તો અંકુશ રેખા નજીક ગોઠવી દીધો હતો.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd