• શનિવાર, 27 જુલાઈ, 2024

આવ સુધારણાનાં કામો થકી હમીરસરની જળસંગ્રહ ક્ષમતા સાત કરોડ લિટર વધશે

ભુજ, તા. 26 : ભુજ અને કચ્છના હૃદય સમાન હમીરસર તળાવનું સૌંદર્ય વધુ દીપી ઊઠે અને વધારે જળરાશિનો સંગ્રહ થાય એવા શુભ હેતુ સાથે ભારતીય જૈન સંગઠન કચ્છે સરકારની ગ્રાંટ લીધા વિના 100 ટકા ખર્ચ ભોગવી સુધારણા અભિયાન હાથ?ધર્યું છે ત્યારે આ કામગીરી થકી હમીરસર તળાવની જળસંગ્રહ ક્ષમતામાં સાત કરોડ, 28 લાખ લિટરનો વધારો થશે. હાલ આ કામગીરી પૂરજોશમાં ચાલુ છે. 70 ટકા કામ પૂર્ણ કરી લેવાયું છે, બાકીનું કામ 31 મે સુધી આટોપી લેવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. હમીરસર તળાવમાં વરસાદી પાણી અલગ તળાવ તથા ચેનલમાંથી આવે છે. ધુનારાજા ડેમ, હમદરાઇ તળાવ, ડાઉન સ્ટ્રીમ ચેનલ ઓફ?હમદરાઈ, હરિપર ચેનલ, સરદાર પટેલ તળાવ તથા કચ્છ યુનિવર્સિટી ઇન ફ્લોવ ચેનલની સફાઇ તથા આનુષંગિક કામો માટે 42 લાખ 59 હજારનો માતબર ખર્ચ કરવામાં આવી રહ્યો છે. કલેક્ટર અમિત અરોરાએ હમીરસર તળાવમાં આવ, પાણીની સંગ્રહશક્તિમાં વધારો કરવા તેમજ તળાવ-નાળાંઓની સફાઇ સહિતની નેમ વ્યક્ત કરતાં તેમના સ્વપ્નને સાકાર કરવા હમીરસર લેક ફેસ-1 પ્રોજેક્ટની જવાબદારી ભારતીય જૈન સંગઠન-કચ્છએ સંભાળી છે તેવું ભારતીય જૈન સંગઠન કચ્છના પ્રમુખ?હિતેશભાઇ ખંડોરે વધુ વિગતો આપતાં જણાવ્યું છે. જંગલ કટિંગ, કાંપ અને માટીનું નિકાલ કરવા ખોદાણ કામ કરવામાં આવી રહ્યું છે. ચેનલમાં પણ જંગલ કટિંગ, કાંપ અને માટીનો નિકાલ તથા સફાઇનું કામ પાંચ હિટાચી મશીન, ત્રણ?જેસીબી મશીન, એક લોડર, સાત ડમ્પર અને ત્રણ ટ્રેક્ટર દ્વારા કરાઇ રહ્યું છે. હમદરાઇ તળાવનું કામ 80 ટકા, સરદારનગર તળાવનું 70 ટકા, હમદરાઇ ચેનલનું 100 ટકા, મેઘરાઇ તળાવ અને ત્રણ નિર્વાચિત ચેનલનું 50?ટકા, તો ધુનારાજા ડેમનું  70 ટકા કામ પૂરું થયું છે. હમીરસર તળાવની આવ સુધારણા અંગે ચેકડેમ, ત્રણ?તળાવ તેમજ ત્રણ?ચેનલ મળી સાત કામ કરી સંગ્રહશક્તિ વધારાશે. હમીરસર ફેસ-1 તરીકેનું કામ ભારતીય જૈન સંગઠન-કચ્છના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. આ ભગીરથ કાર્યમાં તેરા તુજકો અર્પણ-કચ્છ, માધાપર જૈન સમાજ, એગ્રોસેલ કું., આર્ચિયન કું., સતીશ?મિનરલ્સ, શરદ સોલ્ટ, હરિભાઇ ધના માતા, રાધેશ્યામ મિનરલ, કૃતિ ફાઉન્ડેશન વગેરેનો સહકાર મળી રહ્યો છે. સિંચાઇ?વિભાગના કચ્છના નોડેલ અધિકારી વિશાલભાઇ ગઢવીનાં માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલી રહી છે. શેખરભાઇ ગઢવી, મહામંત્રી નીરવભાઇ શાહ, મહામંત્રી કૌશલભાઇ મહેતા, વેલજીભાઇ ગોરડિયા, અરવિંદભાઇ ગઢવી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang