નખત્રાણા, તા. 19 : શહેરની સુપર માર્કેટમાં અજાણી
સ્ત્રીએ અંદાજે એક વર્ષનાં બાળકને સાથે રાખી શરીરે જ્વલનશીલ પદાર્થ છાંટી દીવાસળી ચાંપી
સળગીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નખત્રાણાની બજારમાં ચકચાર મચાવનારા આ બનાવ અંગે વેપારી
મંડળના પ્રમુખ હેમેન્દ્રભાઈ કંસારાએ વિગતો આપતાં જણાવ્યું કે, સુપર માર્કેટમાં અજાણી સ્ત્રીએ એક વર્ષનાં માસૂમ
બાળકને સાથે રાખી શરીરે પેટ્રોલ જેવો જ્વલનશીલ પદાર્થ છાંટી દીવાસળી ચાંપી સળગી હતી.
લોકોએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. એમ્બ્યુલન્સ બોલાવી સળગેલી હાલતમાં મહિલા અને બાળકને
હોસ્પિટલમાં ખસેડાયા હતા.