ભુજ, તા. 1 : ગત તા. 29/10ના રાતે માંડવીના મોટા સલાયામાં વડીલોપાર્જિત
મિલકત સંબંધે બે પક્ષો વચ્ચે થયેલી મારામારી અને હુમલાના બનાવમાં સામા પક્ષે પણ ફરિયાદ
નોંધાવી છે. મોટા સલાયાના કુલસુમબેન હારુન ભાયા (વાઘેર)એ માંડવી મરીન પોલીસ મથકે નોંધાવેલી
ફરિયાદ મુજબ તેઓ વડીલોપાર્જિત મકાનમાં સાફસફાઈ કરતા હતા, આથી આરોપીઓએ ના પાડી તેને તથા
સાહેદને લાકડીથી માર મારી જાનથી મારી નાખવાની
ધમકી આપી હતી. આરોપીઓ રમજુ જુસબ ભાયા, મામદ જુસબ ભાયા,
સિદિક જુસબ ભાયા, જાફર જુસબ ભાયા, (રહે. તમામ મોટા સલાયા) સામે પોલીસે ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.