• સોમવાર, 02 નવેમ્બર, 2026

ભુજમાં જુગાર રમતા મહિલા સહિત પાંચ 4.46 લાખની રોકડ સાથે ઝડપાયા

ભુજ, તા. 1 : શહેરની ઓધવ વંદના સોસાયટીમાં ઘરની પાછળ ખુલ્લા વરંડામાં જુગાર રમતા એક મહિલા સહિત પાંચને પોલીસે ઝડપી પાડયા હતા. ભુજ એ-ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે બપોરે ચાર વાગ્યાના અરસામાં પોલીસે ઓધવ વંદના સોસાયટીમાં આવેલી કરિયાણાની દુકાન પાસેનાં ઘરની પાછળના ખુલ્લા વરંડામા દરોડો પડયો હતો. ગંજીપાના વડે જુગાર રમતા જગદીશ પ્રેમજીભાઈ ચુડાસમા, રમેશ નારાણદાસ ગોઢિયા, ગૌરાંગ મહેન્દ્રભાઈ રામાવત, પરાગ અરવિંદભાઈ ચૌહાણ, ભાવિક શૈલેષભાઈ રાજગોર અને શોભનાબેન મહેન્દ્રભાઈ સોલંકીને રોકડા રૂપિયા 4,34,600 તથા 17,000ની કિંમતના પાંચ મોબાઇલ મળીને કુલ 4,51,600ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. તેમની સામે કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd