ભુજ, તા. 18 : શહેરના વેલ્ડિંગ વર્કશોપમાં
એક બાળક કામ કરતું હોવાનું સામે આવતાં ફરિયાદ નોંધાવાઈ છે. આજે બી-ડિવિઝન પોલીસ મથકે
સરકારી શ્રમ અધિકારી એ. એમ. ચૂડાસમાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ભુજના સુરલભિટ્ટ રોડ મધ્યે
આવેલા ભાવિકા વેલ્ડિંગ વર્કશોપમાં બાળકને કામમાં રાખ્યાનું સામે આવતાં તેને બાળમજૂરીમાંથી
મુક્ત કરાવી ભાવિકા વેલ્ડિંગના ભૂપેશ શિવજી ખોખર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે
ચાઈલ્ડ એક્ટ સંબંધેની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.