• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

ઝુરા સીમમાં વીજ ટાવર પાસેથી રૂા. 3.60 લાખના વાયરની તસ્કરી

ભુજ, તા. 18 : તાલુકાના ઝુરા સીમમાં ખાનગી કંપનીના વીજ ટાવર પાસેથી રૂા. 3,60,000ના વાયરની ઉઠાંતરીની ફરિયાદ નોંધાઇ છે. આ ઉપરાંત લખપત તાલુકાના કોરા સીમમાં પણ બે બોરમાંથી કેબલની ચોરીનો ગુનો નોંધાયો છે. ટાટા પ્રોજેક્ટ લિ.માં નોકરી કરતા રાકેશકુમાર નિશાદે ગઇકાલે માધાપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ કંપનીના ઝીરા સીમમાં આવેલ વીજ ટાવરનું કામ ચાલુ છે, જેની બાજુમાં પડેલા કંડક્ટર ડ્રમમાંથી 28 એમએમના એલ્યુમિનિયમના વાયર આશરે 1200 મીટર જેની કુલ્લ કિં.રૂા. 3,66,000ની કોઇ અજાણ્યા ચોર ઇસમ ગત તા. 11/8ના મધ્ય રાતે ચોરી કરી લઇ ગયા છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ગઇકાલે દયાપર પોલીસ મથકે નાની વિરાણી (તા. લખપત)ના ખેડૂત ધનજીભાઇ શિવજીભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ નાની વિરાણીની સીમમાં તેમના સાળાની જમીન પર તેઓ છેલ્લા દસેક વર્ષથી ખેતી કરી છે, જેના માટે કોરાની સીમમાં આવેલા શિવ મંદિરની બાજુમાં બોર બનાવેલો છે. ગત તા. 10/8થી 11/8 દરમ્યાન કોઇ અજાણ્યો ચોર ઇસમ તેમના તથા તેમની બાજુના સાહેદ ખેડૂત મોહનલાલ માવજીભાઇ પટેલના બોરના વાયર જેની કુલ્લે કિં.રૂા. 10,000ની ચોરી કરી લઇ ગયો છે. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Panchang

dd