ગાંધીધામ, તા. 25 : શહેરમાં યુવતીની મજાક મુદ્દે શખ્સે ધોકા વડે યુવાન ઉપર જીવલેણ હુમલો કરી જાનથી
મારી નાખવાની કોશિશ કરી હોવાનો મામલો પોલીસ
દફતરે નોંધાયો હતો. મહેતા ટીવીએસ શો-રૂમ પાસે ગત તા. 23/7ના રાત્રિના 8 વાગ્યાના અરસામાં બનેલા બનાવ અંગે ફરિયાદી
કીર્તિભાઈ આત્મારામભાઈ ઠક્કરે આરોપી દિપેશભાઈ
ભચુભાઈ ગરવા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસ સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું
હતું કે, ટીવીએસ શો-રૂમમાં કામ કરતા ફરિયાદીના પુત્ર
હર્ષ ઉપર યુવતીની મજાક કરવાના મનદુ:ખ મુદ્દે આરોપીએ હુમલો કર્યો હતો. આરોપીઓએ ફરિયાદીના પુત્ર સાથે ઝપાઝપી કરી મૂઢમાર મારવા સાથે
લાકડાંના ધોકા (થડ) વડે વારંવાર ઘા માર્યા હતા. હુમલો કર્યા બાદ આરોપી નાસી ગયો હતો.
આ હુમલામાં ઈજાગ્રસ્ત યુવાનને માથાંના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકે
પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે
ભુજ લઈ જવાયો હતો. હાલ તે બેભાન હાલતમાં
હોવાનુ ફરિયાદમાં વર્ણવામાં આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે વિધિવત રીતે ગુનો નોંધીને
વધુ તપાસ હાથ ધરી છે.