નવી દિલ્હી, તા. 25 : ભારતના ઝંડુ કુમારે કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોના હેવીવેટ પેરા પાવરલિફ્ટિંગ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ નામે કર્યો
હતો. આ સાથે જ ગ્લાસગોમાં ભારતે મેડલ ટેલીમાં ખાતું પણ ખોલ્યું છે. બે ગ્રુપના મુકાબલામાં
ઝંડુએ 130.9એ બેસ્ટ રિઝલ્ટ સાથે ગ્રુપ બીમાં ટોપ કર્યું
હતું. તેમણે યુગાંડાના ડેનિસ મ્બાજીરા અને ઓસ્ટ્રેલિયાના બેન રાઇટને સરળતાથી પાછળ છોડીને
મેડલની દોડમાં જગ્યા બનાવી હતી. કમ્બાઇન્ડ સ્ટેન્ડિંગમાં નાઇજીરિયાના રિલુવાન ઈદરીસે
132.8ના અંક સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે ઇંગ્લેન્ડના 131.0ના પોઇન્ટ સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો. ઝંડુની
130.9ની લિફ્ટ બ્રોન્ઝ માટે કાફી હતી. પીએમ મોદીએ
પણ ઝંડુ કુમારને મેડલ જીતવા ઉપર અભિનંદન પાઠવ્યા હતા. તેમણે `એક્સ' ઉપર કહ્યું હતું કે, આ ઉપલબ્ધિ તેમની
જોરદાર તાકાત, અતુટ સંકલ્પ અને વર્ષોની મહેનતનું શાનદાર ઉદાહરણ
છે. બીજી તરફ ભારતની રૂપા રાની ટિર્કી અને
પિંકીસિંહની જોડીએ મહિલા પેયર્સ સેશનલ પ્લેમાં ટોંગાને 5-2, 4-6, 1-0 (ટ્રાઇબ્રેકર)થી હરાવીને જીતની હેટ્રિક કરી હતી.
ભારતના પુતુલ સોનોવાલને મેન્સ સિંગલ્સ સેક્શનલ પ્લેમાં પહેલી હારનો સામનો કરવો પડયો
હતો. મલેશિયાના અપરાજિત ઇજ્જર શમીર દજુક્લેપ્લે સામે 8-4, 9-8થી હારી જતાં પુતુલ બીજાં સ્થાન પર ખસકી જઇ
ટોચનાં સ્થાને પહોંચવાની તક ખોઇ બેઠો હતો. બીજી તરફ ભારતની મહિલા 3ડ્ઢ3 વ્હીલચેર બાસ્કેટબોલ ટીમનું કોમનવેલ્થ ગેમ્સ અભિયાન હાર સાથે શરૂ થયું હતું.
ગ્રુપ-બીના પહેલા મુકાબલામાં વેલ્સે ભારતને 16-1થી હાર આપી હતી.