• રવિવાર, 26 જુલાઈ, 2026

ભુજના ડી-માર્ટમાં ખરીદી માટે આવેલી મહિલાના મોબાઈલની ચોરી

ભુજ, તા. 25 : ભુજના ડી-માર્ટમાં વિથોણથી ખરીદી માટે આવેલી મહિલાના મોબાઈલની ચોરી થતાં ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકે વિથોણ (તા. નખત્રાણા)ના ભાવિનભાઈ જયંતીભાઈ રુડાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 18/7ના બપોરે ભુજના ડી-માર્ટમાં પરિવાર સાથે ખરીદી અર્થે આવ્યા હતા. ખરીદી કરતી વખતે તેમની પત્ની ભૂમિકાએ પોતાનો વનપ્લસ નાઈન મોબાઈલ કિં.રૂા. 37,999વાળો ટ્રોલી ઉપર મૂક્યો હતો અને બિલ ચૂકવવા ગયા ત્યારે પત્ની ભૂમિકાએ મોબાઈલ શોધતાં મળ્યો ન હતો. આમ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયાની પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 

Panchang

dd