• રવિવાર, 26 જુલાઈ, 2026

ભચાઉની જાગરિયા સીમમાં એક લાખના અંગ્રેજી દારૂ સાથે શખ્સ જબ્બે

ગાંધીધામ, તા. 25 :  ભચાઉ તાલુકાની જાગરિયા સીમમાંથી પોલીસે રૂા. 1,01,100ના અંગ્રેજી દારૂના જથ્થા સાથે શખ્સની ધરપકડ કરી હતી. તાલુકાના કંથકોટ ગામથી ઉત્તરે આવેલી જાગરિયા સીમમાં બાવળની ઝાડીમાં ગેરકાયદેસર રીતે ઉતારેલા અંગ્રેજી દારૂને સગેવગે કરવાની તૈયારી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. પોલીસે અહીંથી  ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ ગ્રીન લેબલ એક્સપોર્ટ સ્પેશિયલ વ્હિસ્કીની 60 બોટલ કિં. રૂા. 33900, સ્મિર્નોફ ઓરેન્જ વોડકા 180 એમ.એલ.ની બોટલ  નં. 240 કિં. રૂા. 36 હજાર, આર.જે. ગ્રીન સ્પેશિયલ વ્હિસ્કીની 180 એમ.એલ.ની 240 બોટલ કિં. રૂા. 31,200નો મુદ્દામાલ હસ્તગત લીધો હતો. આ કાર્યવાહીમાં આરોપી પ્રેમજીભાઈ આંબાભાઈ ચાવડા(કોળી)ની  ધરપકડ થઈ હતી. પકડાયેલા દારૂનો જથ્થો કોનો હતો અને કોને આપવાનો હતો સહિતની દિશામાં પોલીસે વધુ  તપાસ હાથ ધરી છે.  

Panchang

dd