ગાંધીધામ, તા. 25 : અંજારમાં આંકફરકનો જુગાર રમતા એક શખ્સની પોલીસે ધરપકડ કરી
હતી. શહેરના ટાઉનહોલ પાસે આરોપી જિતેન્દ્ર જયંતીલાલ ઠક્કર પોતાના અંગત ફાયદા માટે વરલી-મટકા આંક ફરકનો જુગાર રમી-રમાડતો હોવાની બાતમીના
આધારે પોલીસે દરોડો પાડયો હતો. આ કાર્યવાહીમાં
આરોપી જિતેન્દ્રની રોકડા રૂા. 10600 સાથે ધરપકડ થઈ હતી. આ ગુનામાં સામેલ અન્ય આરોપી દર્શન જેઠવા પોલીસના હાથમાં આવ્યો ન હતો.