• રવિવાર, 26 જુલાઈ, 2026

હરારેમાં ટીમ ઇન્ડિયાએ વીતાવી યાદગાર સાંજ

હરારે, તા. 25 : ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચની ટી-20 શ્રેણીના બીજા મુકાબલા પહેલાં ઝિમ્બાબ્વેમાં સ્થિત ઇન્ડિયા હાઉસમાં ભારતના રાજદૂત બ્રહ્માકુમાર સાથે ભારતીય ટીમે ખાસ મુલાકાત કરી હતી. આ  મુલાકાત દરમિયાન કેપ્ટન શ્રેયસ અય્યર અને વચગાળાના મુખ્ય કોચ વીવીએસ લક્ષ્મણને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઝિમ્બાબ્વે સામે ભારતીય ટીમનું પ્રદર્શન પહેલા ટી-20 મુકાબલામાં શાનદાર રહ્યું હતું. શ્રેયસ અય્યરની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયાએ મેજબાન ટીમને સાત વિકેટે હરાવ્યું હતું. બીસીસીઆઇએ આ ખાસ મુલાકાતની તસવીર પણ શેર કરી હતી. બોર્ડે લખ્યું હતું કે, હરારેમાં એક યાદગાર સાંજ. ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 ઇન્ટરનેશનલ મેચ પહેલા ઝિમ્બાબ્વેમાં ભારતના રાજદૂત બ્રહ્માકુમારે હરારે સ્થિત ઇન્ડિયા હાઉસમાં ટીમ ઇન્ડિયાની યજમાની કરી હતી. 

Panchang

dd